દ્વારકેશ ડેવલપર્સે બંગલા વેચી 1.65 કરોડનો ચૂનો ચોપડયો

On: January 22, 2022 10:53 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]


જે બંગલા મોર્ગેજ કર્યા હતા તે વેચી દસ્તાવેજ કરી આપ્યા

બિલ્ડરે કુલ 1.65 કરોડ રૂપિયા ભરપાઈ ન કરતા પોલીસ ફરિયાદ પોખરણ પાસે પાવર પ્રોજેક્ટની ઓફર કરી 60 લાખની છેતરપિંડી

અમદાવાદ : સ્કીમ બનાવવા માટે હાઉસિંગ ફાઈનાન્સ સંસ્થા પાસેથી પૈસા લેવાયા હતા પણ હપ્તા ભરવાના બદલે બંગલા વેચી દઈ ચૂનો ચોપડવામાં આવ્યો છે. દ્વારકેશ ડેવલપર્સે 1.50 કરોડની પ્રોજેક્ટ લોન મેળવી હતી અને બંગલા મોરગેજ મુકવામાં આવ્યા હતા.

મોરગેજ મુકેલા બંગલા વેચી દઈ દસ્તાવેજ કરી આપીને દ્વારકેશ ડેવલોપર્સ નામના બિલ્ડરે વ્યાજ સહિત કુલ 1.65 કરોડ રૂપિયા ભરપાઈ કર્યા ન હતા. આખરે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં બિલ્ડર સામે ફરિયાદ નોંધાવાઈ છે. બીજા કિસ્સામાં પોખરણ પાસે પાવર પ્રાજેક્ટ ઓફર કરી 60 લાખની છેતરપિંડી કરાયાની ફરિયાદ પણ નવરંગપુરા પોલીસમાં નોંધાવાઈ છે.

નવરંગપુરામાં આવેલી ઈન્ડિયા હોમ લોન લિમિટેડ નામની હાઉસિંગ ફાઈનાન્સ સંસ્થામાં બિઝનેશ ડેવલપમેન્ટ મેનેજર વિશાલભાઈ મીરએ દ્વારકેશ ડેવલોપર્સના અતુલ સાંકળચંદભાઈ પટેલ અને પિયુષ અમીરચંદભાઈ પટેલ સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવાયું છે કે, સપ્ટેમ્બર – 2017માં દ્વારકેશ ડેવલપર્સના ભાગીદાર પિયુષ પટેલ ફાઈનાન્સ કંપનીની ઓફિસે આવ્યા હતા.

તેમણે કંપનીના જનરલ મેનેજર રૂષભ યાજ્ઞિાકને જણાવ્યું હતું કે, પ્રાંતિજ ચાર રસ્તા ખાત દ્વારકેશ ડેવલોપર્સના નામથી બિનખેતીની જમીનમાં બંગલા બનાવવાનું કામ ચાલે છે. સ્કીમના બંગલાઓ પૈકી 12 બંગલાના બાંધકામ માટે 1.50 કરોડની પ્રોજેક્ટ લોન માગવામાં આવી હતી. લોન મંજુર કરાઈ તે પેટે 12 બંગલાની મોરગેજ ડીડ કરવામાં આવી હતી. નવેમ્બર-2017થી માર્ચ- 2018 સુધીમાં કુલ 23.27 લાખના હપ્તા ચૂકવવામાં આવ્યા હતા.

માર્ચ – 2018થી હપ્તા ભરવાનું બંધ કરવામાં આવતા ફાઈનાન્સ કંપનીએ તપાસ કરી હતી. તપાસ કરતાં ખબર પડી હતી કે, મોર્ગેજ મુકવામાં આવેલા બંગલા પૈકી બંગલા નંબર 6, 8, 15 અને 21ના વેચાણ દસ્તાવેજ બીજી વ્યક્તિઓને વેચાણ આપીને કરી દેવાયા હતા.

જે બંગલા મોર્ગેજ મુકીને લોન લેવામાં આવી હતી તે પૈકીના ચાર બંગલા વેચી નાંખી દસ્તાવેજ કરી આપવા તેમજ પ્રોજેક્ટ લોનની બાકી રકમ અને વ્યાજ મળી કુલ 1.64 કરોડ ભરપાઈ નહીં કરી વિશ્વાસઘાત અને છેતરપિંડી કરાયાની ફરિયાદ નવરંગપુરા પોલીસમાં નોંધાવાઈ છે.

દ્વારકેશ ડેવલોપર્સના સોલાના રહીશ અતુલ સાકળચંદ પટેલ અને નરોડા રહીશ પિયૂષ અમીરચંદ પટેલ સામે ગુનો નોંધી નવરંગપુરા પોલીસે તપાસ શરૂ કરી છે. નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં અન્ય એક ફરિયાદમાં પાવર પ્રોજેક્ટ સ્થાપવાના બહાને એક કરોડનું રોકાણ મેળવી 60 લાખની ઠગાઈ કરાયાની ફરિયાદ નોંધાવાઈ છે.

મોરબીના રહીશ રવિભાઈ ઉર્ફે રવિત વલમજીભાઈ પટેલ સોલાર એનર્જીનો વ્યવસાય કરે છે. આ માટે સોલાર પ્રોજેક્ટ લેવાનો હોવાથી ઓનલાઈન સર્ચ કર્યું હતું. જેમાં કોપર્સ સોલાર પાવર એન્જિનિયરિંગ પ્રા.લિ.નો મોબાઈલ નંબર મળતાં તેના પર સંપર્ક કર્યો હતો.

આ કંપની વતી વાત કરતા પ્રશાંત ચન્દ્રકાંતભાઈ સુરવે ઉપરાંત ડાયરેક્ટરો પરાગભાઈ દિલીપભાઈ શુક્લ અને દિપાલીબહેન પરાગભાઈ શુક્લએ રાજસ્થાનમાં પોખરણ નજીક રેઈઝ પાવર પ્રા.લિ. કંપનીના પ્રોજેક્ટનો 1.1 મેગાવોલ્ટનો પ્લાન્ટ ખરીદવાની વાત કરી 8.65 કરોડ રૂપિયાનો ખર્ચ થશે તેમ જણાવ્યું હતું.

કુલ રકમ પૈકી રવિભાઈ પટેલ અને ભાગીદારોની બનેલી કંપનીએ એક કરોડ રૂપિયા ચૂકવ્યા હતા તે પછી પાવર પ્લાન્ટનો માલિકી હક્ક અપાયો નહોતો. આ પ્લાન્ટ બીજા વ્યક્તિને વેચી દઈ એક કરોડ પૈકી 60 લાખ રૂપિયા પરત નહીં ચૂકવીને છેતરપિંડી કરાયાની ફરિયાદ નવરંગપુરા પોલીસમાં નોંધાવાઈ છે.

કોરોનાની સારવારના ખોટા બિલ બનાવી બેન્ક અધિકારી, તેમના પત્નીએ 18 લાખ મેળવ્યા

એચડીએફસી અર્ગો જનરલ ઈન્સ્યોરન્સ કંપનીના સિનિયર મેનેજર સંતોષ ગણગેએ તેમની કંપનીએ ટેકઓવર કરેલી એપોલો મ્યુનિચ હેલ્થ ઈન્સ્યોરન્સ કપનીના હેલ્થ ક્લેમ ડિપાર્ટમેન્ટ મેનેજર ડો. પ્રણય ભરતભાઈ  બ્રહ્મભટ્ટ અને તેમના પત્ની અનિતાબહેન સામે કોરોનાની સારવાર લીધાના બનાવટી બીલો અને ખોટા લેબોરેટરી રિપોર્ટ બનાવી કુલ 18.40 લાખ મેડીક્લેમ ખોટી રીતે મેળવી લીધાની ફરિયાદ નોંધાવી છે.

જ્યારે, સુરેન્દ્રનગરના સોલડી ગામના નિકુંજ રમેશભાઈ પટેલે પણ સારવારના બનાવટી લેબોરેટરી રિપોર્ટ બનાવી રજૂ કર્યાની ફરિયાદ નોંધાવી છે. જો કે, નિકુંજ પટેલને રકમ ચૂકવાઈ નહોતી. જ્યારે, પ્રણય બ્રહ્મભટ્ટને 5.07 લાખ તેમજ તેમના પત્ની અનિતાબહેનને 13.33 લાખ ચૂકવી અપાયા હોવા અંગે નવરંગપુરા પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!