વડોદરા: પશુપાલન વિભાગના ઉચ્ચક પગાર વાળા કર્મચારી ને અન્યાય થતા પ્રજાસત્તાક દિને આત્મવિલોપન કરવાની ચિમકી

On: January 22, 2022 11:19 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

વડોદરા, તા. 22 જાન્યુઆરી 2022 શનિવાર

વડોદરા જિલ્લાના પશુપાલન વિભાગના પશુધન નિરીક્ષક ને અન્યાય થતાં તેમણે પ્રજાસત્તાક દિન 26મી જાન્યુઆરીના રોજ આત્મવિલોપનની ચીમકી આપી છે.

વડોદરા જિલ્લાના પશુપાલન વિભાગ માં ઈટોલા ગામ એ વર્ષ 2015 પશુધન નિરીક્ષક તરીકે રીંકલ પટેલ નામના કર્મચારીની ફિક્સ પગારમાં નિમણૂક થઇ હતી. તેઓની આ નિમણૂકને છ વર્ષ અને આઠ મહિના થઈ ગયા છે છતાં પણ તેઓને કાયમી કરવામાં આવતા નથી પરંતુ ગત ઓગસ્ટ મહિનામાં પશુ પાલન વિભાગના ચાલીસ કર્મચારીની સામૂહિક બદલી કરવામાં આવી હતી. તેમાં રીંકલ પટેલ ની પણ બદલી કરવામાં આવી હતી.

રાજ્ય સરકારના વર્ષ 2017 ના ઠરાવ મુજબ જેઓ ઉચ્ચક પગારથી નોકરી કરતા હોય તેઓની બદલી કરવી નહીં તેવો નિયમ હોવા છતાં આવા ઉચ્ચક પગારવાળા કર્મચારીઓની બદલી કરવામાં આવી છે.

કર્મચારીઓને તેમના ઉપરી અધિકારીઓ ખોટી રીતે હેરાન કરે છે અને તેઓને કાયમી કરવા ની પ્રક્રિયા પણ કરતા નથી તેવા આક્ષેપ સાથે રીંકલ પટેલ એ ન્યાય મેળવવા માટે મુખ્યમંત્રી રાજ્યપાલ પ્રધાનમંત્રી સહિત સુપ્રીમ કોર્ટને પણ લેખિતમાં અરજી કરી છે પરંતુ આજદિન સુધી ન્યાય નહીં મળતાં તેઓએ પ્રજાસત્તાક દિને તારીખ 26 મી જાન્યુઆરીએ આત્મવિલોપન કરવાની ચિમકી આપી છે.

પશુધન નિરીક્ષક રીંકલ પટેલ એ જણાવ્યું હતું કે રાજ્યપાલ ને થોડા વખત અગાઉ લેખિતમાં રજૂઆત કરી ઇચ્છામૃત્યુની માગણી પણ કરી હતી પરંતુ જે બાબત અંગે અને અધિકારીઓ દ્વારા થતી હેરાનગતિ અંગે આજદિન સુધી મને ન્યાય મળ્યો નથી.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!