Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

IIMAમાં આ વર્ષે એમબીએ પ્રવેશ બેચલર ડિગ્રીના રિઝલ્ટ વગર જ થશે

On: January 21, 2022 1:56 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

અમદાવાદ

કોરોનાને
લીધે છેલ્લા બે વર્ષમાં યુનિ.ઓની ફાઈનલ પરીક્ષાઓ ઓનલાઈન મોડમા લેવાઈ છે તેમજ મેરિટ
બેઝ પ્રમોશન આપવામા આવ્યા છે ત્યારે આઈઆઈએમ અમદાવાદે પોતાના મહત્વના બે વર્ષની
પીજી પ્રોગ્રામ એવા એમબીએમાં પ્રવેશ માટે નિયમોમાં ધરખમ ફેરફાર કરતા બેચલર
ડિગ્રીનુ માપદંડ જ દૂર કરી દીધુ છે.આ વર્ષે એમબીએમાં પ્રવેશ માટે વિદ્યાર્થીના
બેચલર ડિગ્રીના પરિણામને ધ્યાને જ લેવામા નહી આવે.આ વર્ષે માત્ર ધો.૧૦
,૧૨
અને ઉમેદવારના વર્ક એક્સપીરિયન્સ અને કેટ સ્કોરને જ પ્રવેશ માટે ધ્યાને લેવાશે.

કોરોનાને
લીધે ઘણી યુનિ.ઓ યુજીમાં ફાઈનલ પરીક્ષાઓ યોગ્ય રીતે ન લઈ શકતા તેમજ ઘણી યુનિ.ઓએ
પાસ પ્રમોશનનું સર્ટિફિકેટ વિદ્યાર્થીઓને આપતા આઈઆઈએમમાં પ્રવેશ માટેની કેટના
એલિજિબિલીટી ક્રાઈટેરિયામાં કેટ કમિટીએ મોટો ફેરફાર કરતા બેચલર ડિગ્રીના મિનિમમ
પર્સેન્ટેજની જોગવાઈ દૂર કરી હતી.જેને પગલે આઈઆઈએમ અમદાવાદની એડમિશન કમિટી દ્વારા
પણ ૨૦૨૨-૨૪ના પીજીપી એમબીએ પ્રવેશ માટેના નિયમોમાં મહત્વનો ફેરફાર કર્યો છે.જે
મુજબ આ વર્ષે એમબીએ પ્રવેશ માટે ઉમેદવારની બેચલર ડિગ્રીના પરિણામને એડમિશન શોર્ટલિસ્ટિંગ
માટે ધ્યાને નહી લેવાય. વિદ્યાર્થીના બેચલર ડિગ્રીના પરિણામ વગર જ  એકેડેમિક રેટિંગ સ્કોર તૈયાર કરાશે.

આ વર્ષની નવી
જાહેર કરાયેલી પ્રવેશ ફોર્મ્યુલા મુજબ ધો.૧૦
,૧૨ અને ઉમેદવારના વર્ક
એક્સિપિરિયન્સને રેટિંગ સ્કોરમાં ધ્યાને લેવાશે અને જેનો સ્કેલ ૨૫ રાખવામા આવશે
પરંતુ પ્રો રેટા મુજબ ગત વર્ષની જેમ ૩૫ પોઈન્ટ જ ગણવામા આવશે. જેમાં ગત વર્ષની જેમ
બેચલર ડિગ્રીના માર્કસનુ કમ્પોનેન્ટ 
ધ્યાને નહી લેવાય.જ્યારે વિદ્યાર્થીએ આપેલી કેટ પરીક્ષાના સ્કોરને ૬૫ ટકા
વેઈટેજ અપાશે. નવી ફોર્મ્યુલા મુજબ  પ્રો
રેટેડ  એકેડેમિક રેટિંગ સ્કોરના ૦.૩૫ અને
નોર્મલાઈઝડ ઓવરઓલ કેટ સ્કોરના ૦.૬૫ મુજબ કમ્પોઝિટ સ્કોર તૈયાર કરાશે.આમ આ વર્ષે
એમબીએ પ્રવેશ માટે બેચલર ડિગ્રીના ક્રાઈટેરિયાને જ દૂર કરી દેવાયો છે.જો કે
ઉમેદવારે ઈન્ટરવ્યુ સમયે યુનિ.નુ ડિગ્રી સર્ટિફિકેટ અથવા માર્કશીટ સર્ટિફિકેટ અથવા
યુનિ.-કોલેજમાંથી અપાયેલું પાસિંગ ઈકવીલેન્ટ 
સર્ટિફિકેટ રજૂ કરવુ પડશે.

 

 

        

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

વાપીમાં પાણીની પાઈપલાઈન તૂટતાં રસ્તા પર પાણી ભરાયું, વાહનચાલકો પરેશાન

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

error: Content is protected !!