[ad_1]

વડોદરા, તા. 20
શહેરના વિસ્તારમાં આજવા – વાઘોડિયા રિંગ રોડ પર આવેલા દશાલાડ ભવન પાસેના નૃપુર ફાયર એકેડેમીના 25 તાલીમાર્થીઓ કોરોના સંક્રમિત થતા અન્ય સ્ટાફ અને તાલીમાર્થીઓમાં ગભરાટ ફેલાયો છે આ ફાયર એકેડેમી પૂર્વ મેયર જતીન મોદી અને પૂર્વ મેયર રણજીત ચૌહાણ સહિત અન્ય અગ્રણીઓ દ્વારા સંચાલિત છે
આધારભૂત સુત્રો દ્વારા મળેલી માહિતી એવી છે કે ડભોઇ દશાલાડ ભવન પાસે આવેલા નૃપૂર ફાયર એકેડેમી ખાતે ફાયર બ્રિગેડ ક્ષેત્રે કારકિર્દી બનાવવા ઈચ્છુક વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવતા હોય છે. તાલીમાર્થીઓને સેનેતરી ઇન્સ્પેક્ટર અને ફાયર ફાઇટર તરીકે તાલીમ આપવામાં આવે છે. ઉપરાંત ફાયરની વિવિધ તાલીમો ના આધારે તૈયાર થતાં તાલીમાર્થીઓ ને ફાયર બ્રિગેડ કે અન્ય જગ્યાએ સેનેટરી ઇન્સ્પેક્ટર તરીકે તરીકે નોકરી પણ મેળવી કારકિર્દી બનાવી શકે છે આ સંસ્થામાં રાજ્યના નાના-મોટા ગામડાઓ સહીત શહેરના અનેક વિદ્યાર્થીઓ નિયત સમયે પરિક્ષમાં યોગ્ય માર્ક નહિ મેળવતા તેમની કારકિર્દી માટે આ એક નવો રસ્તો છે. આ સંસ્થામાં અનેક વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓ તાલીમ લઇને તેમની કારકિર્દી બનાવે છે ફાયર એકેડેમી માં અંદાજિત 25 જેટલા વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થયા હોવાનું આધારભૂત રીતે જાણવા મળ્યું છે પરિણામે સંસ્થાના અન્ય સ્ટાફ તથા બાકીના તમામ વિદ્યાર્થીઓમાં ગભરાટ ફેલાયો છે કોરોના સંક્રમિત તમામ 25 વિદ્યાર્થીઓને તાત્કાલિક રીતે સારવાર માટે કહેવામાં આવ્યું છે. જ્યારે બીજી બાજુ સંસ્થા ચાલુ રાખવી કે બંધ કરવી એ બાબતે પૂર્વ મેયર સહિત અન્ય સ્ટાફ તથા અધિકારીઓ ગંભીર વિચારણા કરી રહ્યા છે.
[ad_2]
Source link






