[ad_1]

પ્રતિનિધિ દ્વારા સુરત તા 6 જાન્યુઆરી 2022 ગુરૂવાર
ગટર લાઇનમાં ઝેરી કેમિકલ ઠાલવવાને કારણે છ જણાંના મૃત્યુની આજે સવારની ઘટનાએ સૌને મોટો આંચકો આપ્યો છે. ભૂતકાળમાં પણ આવી રીતે ટેન્કર મારફત ગટરલાઇનમાં ઝેરી કેમિકલ ઠાલવવામાં આવ્યું હતું. ત્યારે પકડીને પોલીસને સુપરત કરાયું હતું.
ઝેરી કેમિકલ ઠાલવતાં ઝડપાયેલાં ટેન્કરનું રજીસ્ટ્રેશન વડોદરાનું છે. પરંતુ અંકલેશ્વર, તાપી અથવા તારાપુરથી કેમિકલ અહીં ઠાલવવા માટે લાવવામાં આવ્યું હોવાનું માનવામાં છે, એમ જીઆઇડીસીના સૂત્રોએ વાતચીતમાં જણાવ્યું હતું.
ઝેરી કેમિકલને કારણે છ નિર્દોષ વ્યક્તિઓના મૃત્યુને લઈને ભારે હોબાળો મચી ગયો છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ કમિશનર અને જોઇન્ટ પોલીસ કમિશનર સહિતનો અધિકારીઓનો સ્ટાફ ઘટના સ્થળે છે.
[ad_2]
Source link






