'વ્યાજના વિષચક્ર'માં ફસાયેલા યુવાનનો ગળેફાંસો ખાઈ આપઘાત

On: January 6, 2022 3:14 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

ભુજ,બુાધવાર

અંજાર શહેરમાં વ્યાજખોરીના નામે ધૂમ આતંક મચાવી અનેક નિર્દોષ લોકોને વ્યાજના વિષચક્રમાં ફસાવનારી રિયા ગોસ્વામીના અત્યાચારાથી મેઘપર બોરીચીના યુવાને ગળેફાંસો ખાઈને આપઘાત કરી લેતાં ભારે ચકચાર મચી ગઈ છે. 

મૃતક યુવાને આપઘાત કરતાં પહેલા સુસાઈટ નોટ લખી હતી. તેમજ મોબાઈલમાં વીડિયો ક્લિપ રેકોર્ડ કરેલી હોવાથી પોલીસે મજબૂત પુરાવાના આાધારે રિયા તાથા તેની બહેન અને ભાઈઓ સામે ગુનો દાખલ કર્યો છે.આ અંગેની વિગતો મુજબ મેઘપર બોરીચીમાં વૈકુંઠાધામ સોસાયટીમાં રહેતા ૩૦ વષય ઈરફાનઅલીભાઈ સાંજીએ જણાવ્યું હતું કે, તેના ભાઈ અનિષને રૃપિયાની જરૃરિયાત હોવાથી દોઢ વર્ષ પહેલા અંજાર બસ સ્ટેશન પાસે આવેલ રોયલ માઈક્રો ફાઈનાન્સના રિયાબેન ગોસ્વામી પાસેાથી રૃપિયા ૩૦ હજાર અને બાદમાં ર૦ હજાર એમ કુલ રૃપિયા પ૦ હજાર ૧૦ ટકા વ્યાજે લીધા હતા. દર મહિને પ હજાર રૃપિયા વ્યાજ ચુકવવામાં આવતું હતું પરંતુ લોકડાઉનમાં રૃપિયા ન ચુકવી શકતા રિયાએ ડાયરી બનાવી આપી હતી. ડાયરીના હપ્તા ચુકવવામાં મોડુ થઈ જતાં ગત તા. ર૯-૮ના રિયા તેની બહેન આરતી ગોસ્વામી તેનો ભાઈ તેજસ ઉર્ફે ચેતલો અને તેની સાથે કામ કરતા યાસીન હિંગોરજા અને યાસીનનો ભાઈ સોહિલ ઉર્ફે ચચો અનિષના ઘરે આવ્યા અને ધોકા અને છરી વડે માર મારવા દોડયા હતા. જો કે પરિવારના સભ્યો વચ્ચે  પડતાંં આરોપીઓ ચાલ્યા ગયા હતા.

બાદમાં ફરિયાદીએ તમામ રૃપિયા ચુકવી દીધા હોવા છતાં રિયાએ કોરા ચેકમાં ૬.૯પ લાખ અને બીજા ચેકમાં ૧.પ લાખ ભરી બેંકમાં ચેક બાઉન્સ કરાવ્યા હતા. રૃપિયા ભર્યા હોવા છતાં અવાર નવાર ગાળો આપી મારકુટ કરવામાં આવતી તેમજ નોટીસો મોકલવામાં આવતી હોઈ અનિષે માનસીક તણાવમાંં આવી જઈને આ દુનિયાને રિયા અને તેના સાગરિતોના ત્રાસ અલવિદા કહી દીધુ છે. આરોપીઓ સામે મજબૂત પુરાવા હોવાથી પોલીસ દ્વારા આગળની તપાસ શરૃ કરવામાં આવી છે.

અંજારના પીઆઈ મહેન્દ્રસિંહ રાણાએ જણાવ્યું કે, બે મહિલા સહિત પાંચ આરોપીઓ સામે નાણા ધીરનાર સહિતની કલમો તળે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ફરિયાદ થાય તે પૂર્વે જ આરોપીઓ નાસી ગયા હતા. જો કે આ બનાવમાં કોઈને પણ છોડવામાં નહીં આવે વિવિાધ ટીમો બનાવીને આરોપીઓને દબોચી લેવા માટે ચક્રોગતિમાન કરાયા છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!