ચાણસ્મા-પાલોલી માઇનોર કેનાલમાં ભંગાણ થતાં ખેતરો બેટમાં ફેરવાયા

On: January 5, 2022 2:19 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

પાટણ,
ચાણસ્મા તા.4

પાટણ જિલ્લામાં અવાર નવાર કેનાલો તૂટવાના બનાવો બની રહ્યા
છે ત્યારે ચાણસ્મા તાલુકાના કંબોઈ સીમ વિસ્તારમાં પસાર થતી નર્મદાની મુખ્ય
કેનાલમાંથી પાલોલી તરફની માઇનોર કેનાલ કાઢવામાં આવી છે.પરંતુ તંત્રના ભ્રષ્ટાચારના
કારણે બનાવાયેલી પાલોલી માઇનોર કેનાલમાં ભંગાણ સર્જાતા કેનાલમાં પાણી આજુબાજુના
ખેતરોમાં ફરી વળતા હાલમાં વાવેતર કરાયેલા રવિ સિઝનના પાકોમાં લાખોનું નુકશાન થવાની
ભીતી ખેડૂતો સેવી રહ્યા છે.

ચાણસ્મા પંથકના ખેડૂતોએ તેમની મોંઘા મુલી જમીન નર્મદાની
મુખ્ય કેનાલ બનાવવા માટે આપી હતી પરંતુ તંત્ર દ્વારા કેનાલનું હલકી ગુણવત્તાવાળુ
બાંધકામ બનાવતા  કેનાલ તૂટવાના બનાવો બને
છે .જે અનુસંધાને કંબોઈ નજીક પસાર થતી પાલોલી માઇનોર નાની કેનાલ તૂટી જતા કેનાલનું
બધું પાણી ખેતરમાં ભરાઈ જતા હાલના રવી સીઝનના પાકોમાં મોટું નુકશાન જતા ખેડૂતોને
રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે અને નર્મદા વિભાગને પણ આ માઇનોર કેનાલને  તાત્કાલિક રીપેરીંગ કરાવવા માટે રજૂઆત કરવા છતાં
પણ નર્મદાના કોઈ અધિકારી સાંભળવા પણ તૈયાર ન હોવાનું કંબોઇના ખેડૂત મયુર સિંહ
સોલંકી અને રાજુભાઈ માણેકલાલ જોશી એ જણાવ્યું હતું.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!