જામજોધપુર તાલુકાના નરમાણાં ગામમાં પવન ચક્કીના ટાવરમાં તોડફોડ કરી કોપર વાયરની ચોરી થયાની ફરિયાદ

On: January 4, 2022 9:48 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

જામનગર, તા. 04

જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના નરમાણા ગામમાં આવેલા પવનચક્કી ના વિન્ડફાર્મના એરિયામાં કોઈ તસ્કરોએ પ્રવેશ કરી પવન ચક્કી ના ટાવરમાં તોડફોડ કરી નાખી હતી, અને અંદરથી કોપરના વાયરની ચોરી કરી ગયાની ફરિયાદ શેઠ વડાળા પોલીસ મથકમાં નોંધાવી છે. જેને પોલીસ શોધી રહી છે.

આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામજોધપુર તાલુકાના નરમાણા ગામમાં વિન્ડ વર્લ્ડ ફાર્મ નામની કંપનીના એરિયામાં પવન ચક્કીઓ આવેલી છે. જેમાં ગઈકાલે કોઈ તસ્કરોએ પ્રવેશ કરી પવન ચક્કી ના ટાવર ના દરવાજા નો લોક તોડી અંદર પ્રવેશ મેળવી લીધો હતો, અને તેમાં નુકસાન પહોંચાડી અંદરથી 1૦ ફૂટ કોપર વાયર કાપી ને ચોરી કરી લઇ ગયા હતા.

આ બનાવ અંગે કંપનીના સુપરવાઇઝર હરપાલસિંહ પ્રવિણસિંહ જાડેજા એ શેઠ વડાળા પોલીસ મથકમાં તોડફોડ અને નુકસાની અંગેની અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે તોડફોડ અને ચોરી કરનાર શખ્સની શોધખોળ હાથ ધરી છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!