નવા વર્ષની ઉજવણીમાં કોરોનાનું 'ગ્રહણ' : વર્ષ ૨૦૨૧ને ફિક્કી વિદાય

On: December 31, 2021 6:36 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

અમદાવાદ, શુક્રવાર

ખટ્ટ-મીઠ્ઠા સંભારણાઓ,
અનેક બોધપાઠ આપીને ૨૦૨૧ના વર્ષે વિદાય લીધી છે. નવી આશા, નવા ઉમંગ સાથે વર્ષ ૨૦૨૨નો
પ્રથમ સૂર્યોદય થઇ ગયો છે. જોકે, કોરોના વાયરસને કારણે સતત બીજા વર્ષે ૩૧ ડિસેમ્બરની
ઉજવણી ફિક્કી બની રહી હતી. મોટાભાગના લોકોએ ઘરમાં તેમજ અનેક લોકોએ ફાર્મ હાઉસમાં નવા
વર્ષનો જશ્ન મનાવ્યો હતો.

૩૧ ડિસેમ્બરે
સામાન્ય રીતે મોડી સાંજથી જ અમદાવાદના સીજી રોડ, સિંધુ ભવન, એસજી હાઇવે સહિતના માર્ગ
લોકોથી ઉભરાવવા લાગતા હોય છે. વિવિધ વાંજીત્રોથી આ માર્ગો ગૂંજી ઉઠતા હોય છે.રાત્રે
૧૨ના ટકોરે જ આતશબાજીથી દિવાળી જેવો માહોલ જોવા મળતો હોય છે.  પરંતુ ગત વર્ષની જેમ આ વખતે પણ ઉજવણીમાં કોરોનાનું
ગ્રહણ લાગી ગયું હતું. રાત્રે ૧૧થી જ નાઇટ કરફ્યૂનો પ્રારંભ થઇ જતો હોય છે. જેના કડક
અમલ માટે પોલીસ દ્વારા રાત્રે ૧૦ઃ૩૦થી જ રેસ્ટોરન્ટ, લારી-ગલ્લા બંધ કરાવવાનું શરૃ
કરી  દેવામાં આવ્યું હતું. ૩૧ ડિસેમ્બરને પગલે
પોલીસ દ્વારા વોચ પણ વધારી દેવામાં આવી હતી. જેના કારણે રાત્રે ૧૧થી જ અમદાવાદના માર્ગોમાં
સૂમસામ થઇ ગયા હતા.

વિવિધ નિયંત્રણોને
પગલે અનેક લોકોએ અમદાવાદની આસપાસ આવેલા ફાર્મ હાઉસમાં જ નવા વર્ષની ઉજવણી કરી હતી.
જેના માટે અમદાવાદ-ગાંધીનગરની આસપાસ આવેલા કેટલાક રીસોર્ટમાં ખાસ પેકેજ જાહેર કરવામાં
આવ્યા હતા. ૩૧ ડિસેમ્બરે શુક્રવાર હોવાથી અનેક લોકો કોરોનાના વધતા કેસની પરવા કર્યા
વિના લાંબા વિકેન્ડનો લુત્ફ ઉઠાવવા ગોવા, ઉદયપુર, માઉન્ટ આબુ પણ પહોંચી ગયા હતા.

 

 

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

Ajay’s Cafe ફૂડથી આગળ વધીને ચેસ દ્વારા પણ ફેલાવી રહ્યું છે ‘હેપ્પી વાલી ફીલિંગ’

કપરાડાની પૂજ્ય મોટા હાઈસ્કૂલ(માની)ના તેજસ્વી વિદ્યાર્થીઓએ કર્યો હવાઈ પ્રવાસ, દ્વારકાધીશના દર્શનનો મળ્યો લ્હાવો

ક્યાં એક તરફ મોંઘી દાટ મર્સીડીઝ કાર માં નીકળતી વર યાત્રા ને ક્યાં સંસ્કૃતિ ને બચાવવાં માટે નીકળતી બળદ ગાડાં માં નીકળેલી જાન.નો ઠાઠ..

પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના અંતર્ગત 19 જૂને રાષ્ટ્રીય કાર્યક્રમ, વાપીમાં રાજુ શ્રોફ ઓડિટોરિયમ ખાતે યોજાશે વિશેષ કાર્યક્રમ

ધરમપુર વિલ્સન હિલ ખાતે નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ અને આદિજાતિ વિકાસ વિકાસ મંત્રીશ્રી નરેશભાઈ પટેલના હસ્તે વૃક્ષારોપણ કરાયું

ધરમપુર આસપાસની નદીઓમાં બેફામ રેતી ખનન સામે કાર્યવાહી, માત્ર ચાર ટ્રક જપ્ત થતા અનેક સવાલો

error: Content is protected !!