Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

શિક્ષકોના પરિવારો દ્વારા માતરમાં આમરણાંત ઉપવાસ શરૂ કરાશે

On: December 29, 2021 12:38 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

– માતર તાલુકામાં વધી રહેલો વિવાદ

– ચાલુ નોકરીએ મૃત્યુ પામનારા પ્રાથમિક શિક્ષકો સરકારી લાભોથી વંચિત હોવાનો આક્ષેપ

નડિયાદ : માતર તાલુકામાં આવેલ જુદી જુદી પ્રાથમિક શાળાઓમાં ફરજ બજાવતા પ્રાથમિક શિક્ષકો ચાલુ નોકરીએ અવસાન પામતા તેઓના પરિવારોને  મળવાપાત્ર સરકારના લાભો છેલ્લા આઠ મહિનાથી ન મળતા શિક્ષકોના પરિવારની હાલત કફોડી બની જવા પામી હોવાનું જાણવા મળેલ છે. માતર શિક્ષક સંઘ પણ આ વણઉકલ્યા પ્રશ્નોને ઉકેલવામાં લાચારી અનુભવી રહ્યો છે.

માતર તાલુકાની પ્રાથમિક શાળાઓમાં ફરજ બજાવતા શિક્ષકો કે જેઓ ચાલુ નોકરીએ અવસાન પામ્યા હતા તેઓનો પરિવાર માતર તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરીએ સરકારના લાભો મેળવવા ધરમ ધક્કાઓ ખાઈ રહ્યા છે.

માતર કચેરીના જવાબદાર દ્વારા અવસાન પામેલા શિક્ષકોના પરિવાર પ્રત્યે સહાનુભૂતિ દાખવવાની જગ્યાએ જુદી જુદી ક્ષતિઓ બતાવી આ ફાઈલો માતર કચેરીએ થી નડિયાદ સુધી છેલ્લા આઠ મહિનાથી પહોંચડવામાં જ આવતી નથી.

પરિવાર ધક્કાઓ ખાઈને અને કચેરી તરફથી સહકાર ન મળતા નિસહાય બની ગયો છે.

વધુમાં માતર શિક્ષણ વિભાગની કચેરી દ્વારા મંગાવેલા  તમામ આધાર પુરાવાઓ આ પરિવારોએ નિયત સમય મર્યાદામાં રજૂ પણ કરવામાં આવ્યા હોવા છતાં સરકાર તરફથી મળવાપાત્ર લાભો છેલ્લા આઠ મહિનાથી આપવામાં આવ્યા નથી. માતર કચેરી દ્વારા અખાડા કરવામાં આવી રહ્યા છે.  આ વણઉકલ્યો પ્રશ્ન આગામી દસ દિવસમાં નહિ ઉકેલાય તો માતરના ગુજરી જનાર શિક્ષકોનો પરિવાર માતર ખાતે શિક્ષણ કચેરીએ આમરણાંત ઉપવાસ પર બેસવાની પણ તૈયારીઓ આરંભી હોવાનું શિક્ષક વર્તુળમાં ચર્ચાઓએ જોર પકડયું છે.

ક્યા કયા લાભોથી વંચિત છે

(૧) જૂથ વીમો

(૨) ગ્રેજ્યુઇટી મૃત્યુ સહાય

(૩) જી.પં.સ્વંભંડોળ નિધિ

(૪) ઉચ્ચક નાણાંકીય સહાય

(૫) રાષ્ટ્રીય કલ્યાણ નિધિ

(૬) જી.પી.એફ./સી.પી.એફ.

(૭) મરણોત્તર સહાય

ચાલુ નોકરીએ ગુજરી જનારા શિક્ષક

(૧) ભીમસિંહ મકવાણા પ્રા.શાળા દલોલી

(૨) ટ્વીન્કલબેન નાયી પ્રા.શાળા સીંજીવાડા

(૩) પુનમભાઈ રાઠોડ પ્રા.શાળા સીંજીવાડા

(૪) ભરતભાઇ મકવાણા પ્રા.કુમાર શાળા પરીએજ

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

વાપીમાં પાણીની પાઈપલાઈન તૂટતાં રસ્તા પર પાણી ભરાયું, વાહનચાલકો પરેશાન

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

error: Content is protected !!