Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

વડોદરામાં કોરોના ના કેસો છેલ્લા બે મહિનામાં ઝીરો થી વધીને 17 થયા

On: December 29, 2021 12:59 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]


– ગયા મે મહિનામાં 7 તારીખે સૌથી વધુ 989 કેસ નોંધાયા બાદ કોરોનાના વળતા પાણી થયા હતા

– હાલની સ્થિતિમાં લોકોએ તકેદારી રાખવી ખૂબ જરૂરી

વડોદરા, તા. 29 

વડોદરામાં છેલ્લા બે મહિનામાં કોરોના ના કેસો ઝીરો થી વધીને 17 થયા છે. હાલ જે આંકડો જોવા મળે છે તે જૂન મહિનામાં નોંધાયેલા 18 કેસની લગોલગ પહોંચી ગયો છે. કોરોના ની બીજી લહેરે ગંભીર સ્થિતિનું નિર્માણ કરીને લોકોને ધ્રુજાવી દીધા હતા, પરંતુ મે મહિનામાં તારીખ 7મી એ સૌથી વધુ 989 કેસ નોંધાયા બાદ કોરોનાના વળતા પાણી થયા હતા. એ પછી કોરોના કેસોનો ધરખમ ઘટાડો ચાલુ રહ્યો હતો. એમાંય તારીખ  19 ઓક્ટોબર થી 22 ઓક્ટોબર સુધી વડોદરામાં એક પણ કેસ નોંધાયો ન હતો.   જો કે તારીખ 23 ઓકટોબરે વડોદરામાં કોરોનાનો એક કેસ નોંધાયો હતો, એ પછી કેસોમાં ધીમો વધારો શરૂ થયો છે. તારીખ 24 ઓક્ટોબરે શહેરમાં બીજો કેસ મળ્યો હતો અને તારીખ 31 ઓક્ટોબર સુધીમાં 6 કેસ થઇ ગયા હતા. જો કે તારીખ 9 ડિસેમ્બરે કેસ બે આંકડા પર પહોંચી ગયા હતા. તે દિવસે શહેરમાં 12 કેસ નોંધાયા હતા .તારીખ 7મી મેના રોજ સૌથી વધુ 989 કેસ નોંધાયા ત્યારે 10521 ટેસ્ટ કરવામાં આવેલા હતા .તારીખ 28 ડિસેમ્બરે 17 કેસ હતા અને 5674 ના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. કોર્પોરેશનના હેલ્થ બુલેટિન માં છેલ્લે 18મી જૂને વડોદરામાં કોરોના થી એકનું મૃત્યુ થયું હોવાનું દર્શાવ્યું હતું .એ સમયે કોરોના થી મૃત્યુઆંક 623 હતો, ત્યારથી અત્યાર સુધી કોરોના ને લીધે કોઈ મૃત્યુ થયું નથી. જૂની કોઈ બીમારી ધરાવનાર કોરોના ના દર્દી નું મૃત્યુ થયું હોય તો તેનો સમાવેશ સત્તાવાર મૃત્યુઆંકમાં કરવામાં આવતો નથી. તાજેતરમાં કોરોના ના એક બે દર્દીના મૃત્યુ થયા છે, પરંતુ તેમનો રિપોર્ટ હજુ પેન્ડિંગ છે. દરમિયાન કોર્પોરેશનના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર હાલ સ્થિતિ કંઈ ગંભીર જણાતી નથી, પરંતુ લોકોએ તકેદારી રાખવી પડશે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

વાપીમાં પાણીની પાઈપલાઈન તૂટતાં રસ્તા પર પાણી ભરાયું, વાહનચાલકો પરેશાન

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

error: Content is protected !!