અમદાવાદમાં ૨૫૨ બાંધકામ સાઈટ પર તપાસ,૧૨૭ને નોટિસ અપાઈ

On: December 28, 2021 11:02 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

       

 અમદાવાદ,મંગળવાર,28 ડીસેમ્બર,2021

અમદાવાદમાં મચ્છરજન્ય રોગના કેસમાં વધારો થતા સાત ઝોનમાં
૨૫૨ જેટલી બાંધકામ સાઈટ ઉપર મ્યુનિ.ના હેલ્થ વિભાગ દ્વારા તપાસ હાથ ધરાઈ હતી.
સરખેજ અને નિકોલ વિસ્તારમાં ઈ.ડબ્લ્યુ.એસ.યોજના હેઠળ આવાસ બનાવવાની ચાલતી સાઈટ ઉપર
મચ્છરનો ઉપદ્રવ જોવા મળ્યો હતો.૧૨૭ બાંધકામ સાઈટને નોટિસ આપી કુલ ૪.૩૮ લાખથી વધુની
રકમનો વહીવટી ચાર્જ વસુલવામાં આવ્યો હતો.

હેલ્થ-મેલેરિયા વિભાગ દ્વારા મંગળવારે સાત ઝોનમાં બાંધકામ
સાઈટ ઉપર મચ્છર કે મચ્છરના પોરાના ઉપદ્રવને લઈ કાર્યવાહી કરવામાં આવી હતી.પશ્ચિમ
ઝોનમાં ૬૯ બાંધકામ સાઈટ પૈકી ૫૨ સાઈટને મચ્છરના ઉપદ્રવ મળતા નોટિસ અપાઈ
હતી.મધ્યઝોનમાં ૨૩ બાંધકામ સાઈટ પૈકી ૧૭ સાઈટને નોટિસ અપાઈ હતી.દક્ષિણ-પશ્ચિમ
ઝોનમાં ૧૪ પૈકી ૭ સાઈટને જયારે ઉત્તર-પશ્ચિમ ઝોનમાં ૩૨ પૈકી ૧૫ બાંધકામ સાઈટને
મચ્છરના ઉપદ્રવના કારણે નોટિસ આપવામાં આવી હતી.પૂર્વઝોનમાં ૫૦ પૈકી ૧૬ તથા ઉત્તર
ઝોનમાં ૨૩ પૈકી ૧૦ બાંધકામ સાઈટને નોટિસ આપવામાં આવી હતી.સરખેજ ઉપરાંત નિકોલ
વિસ્તારમાં ઈ.ડબલ્યુ.એસ.આવાસ યોજના હેઠળ આવાસ બનાવાઈ રહ્યા છે.આ સાઈટ ઉપર મચ્છરનો
ઉપદ્રવ જોવા મળતા સરખેજ સાઈટ ઉપર ૨૫ હજાર તથા નિકોલની સાઈટ ઉપરથી દસ હજારનો વહીવટી
ચાર્જ વસુલવામાં આવ્યો હતો.

લાંભાની બાંધકામ સાઈટ પાસેથી ૫૦ હજાર દંડ વસૂલાયો

લાંભા વોર્ડમાં લક્ષ્મી ઈટર્નિયા બાંધકામ સાઈટ ઉપર મચ્છરના
ઉપદ્રવને ધ્યાનમાં લઈ ૫૦ હજારનો દંડ વસુલાયો હતો.ગોતાની પંચામૃત સ્કાય સાઈટ પાસેથી
૩૫ હજાર
, વટવાની
ચામુંડા  એવન્યુ સાઈટ  ઉપરાંત ગોતાની વંદેમાતરમ પ્રોજેકટ
, સરખેજની સોલિટેર
કન્સ્ટ્રકશન સાઈટ સહિતની સાઈટ પાસેથી ૨૫-૨૫ હજાર વહીવટી ચાર્જ વસુલાયો હતો.લાંભાની
શ્રી હરિગ્રીન સાઈટ ઉપરથી વીસ હજાર તથા અન્ય બાંધકામ સાઈટ ઉપરથી મચ્છર અને તેના
પોરા મળી આવતા   દસ હજારથી લઈ બે હજાર
સુધીની રકમ વહીવટી ચાર્જ વસૂલાયો હતો.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!