[ad_1]
વડોદરા,વાઘોડિયારોડ અને કરોડિયારોડ પર આવેલા બે બંધ મકાનના તાળા તોડીને ચોરટોળકી અઢી લાખની મત્તા ચોરી ગઇ હતી.જે અંગે પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે.
કરોડિયારોડ પર શિવાય બંગ્લોઝમાં રહેતા જયકુમાર લવિન્દરભાઇ ઠાકર ટ્રાવેલિંગનો ધંધો કરે છે.ગત તા.૧૮ મી એ રાતે તેઓ પરિવાર સાથે જમી પરવારીને ઊંઘી ગયા હતા.રાતે બે વાગ્યે તેમના મકાનના રસોડાના પાછળનો દરવાજો તોડીને ચોર ટોળકી અંદર ઘુસીને છ તોલાના દાગીના ચોરી ગઇ હતી.તેમજ જયકુમારના પાકીટમાંથી રોકડા ૧૫ હજાર ચોરી ગઇ હતી.સવારે પાંચ વાગ્યે જયકુમાર ઉઠયા ત્યારે મકાનનો દરવાજો ખુલ્લો હતો.બનાવ અંગે તેમણે જવાહરનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
અન્ય એક બનાવમાં વાઘોડિયારોડ પૂનમ કોમ્પલેક્સની સામે પર્શનબા નગર સોસાયટીમાં રહેતા અલ્પેશ અમૃતભાઇ રાજપૂત કલરકામ કરે છે.ગત પાંચમી તારીખે તેઓ પત્ની સાથે સાંજે સાત વાગ્યે મકાનને તાળું મારીને જેલ પોલીસલાઇનમાં રહેતા સસરાના ઘરે ગયા હતા.તે દરમિયાન તેમના બંધ મકાનના તાળા તોડીને ચોર ટોળકી ચાંદીના દાગીના અને રોકડા મળીને કુલ રૃપિયા ૫૭ હજારની મત્તા ચોરી ગઇ હતી.જે અંગે પાણીગેટ પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
[ad_2]
Source link






