વિજેતા ૩૭૮ સરપંચો અને ૨૯૫૮ સભ્યો ભાજપ સાથે સંકળાયેલ હોવાનો દાવો

On: December 24, 2021 1:56 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

ભુજ,ગુરૃવાર

સમગ્ર ગુજરાતની સાથે સાથે કચ્છમાં પણ હાલમાં જ ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ પૂર્ણ થઈ છે. ગ્રામ પંચાયતોનો દેશના વિકાસમાં ખુબ જ મહત્વનો  ફાળો હોય છે. ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત વિાધાનસભા અને લોકસભા આવી રીતે સમગ્ર સીસ્ટમમાં સૌથી પહેલો ફાળો ગ્રામ પંચાયતોનો રહે છે. કુલ ૪૮૨ આ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં વિજેતા થયેલા ૩૭૮ સરપંચો અને ૨૯૫૮ જેટલા સભ્યો પ્રત્યક્ષ-પરોક્ષ રીતે ભાજપ પક્ષ સાથે જોડાયેલ હોવાનો દાવો કચ્છ જિલ્લા ભાજપે વ્યકત કર્યો છે. 

કચ્છની ૪૮૨ પૈકી સમરસ થયેલ પંચાયતો અને જયાં જયાં ચૂંટણીઓ યોજાઈ તે ગામોમાં કુલ મળીને ૩૭૮ જેટલા સરપંચો પક્ષ સાથે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જોડાયેલ કાર્યકરો સરપંચપદે વિજયી થયા છે. સાથોસાથ ૨૯૫૮ જેટલા સભ્યો પણ પક્ષ સમાર્થક કાર્યકર્તાઓ બન્યા છે. જિલ્લા ભાજપ પ્રમુખ કેશુભાઈ પટેલે ગ્રામ્ય ચૂંટણીઓમાં વિજય પ્રાપ્ત કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. તેમણે વધુમાં જણાવ્યુ હતુ કે, સ્વાભાવિક છે કે જયારે ચૂંટણીઓ યોજાતી હોય છે ત્યારે પ્રતિ સ્પાર્ધા થતી હોય છે પરંતુ હવે જયારે ચૂંટણીના પરિણામો જાહેર થઈ ગયેલ છે ત્યારે જનતા જર્નાદનનો નિર્ણય શીરોમાન્ય ગણી વાદ વિવાદ ભુલી અને ગામના વિકાસને ‘વાદ વિવાદ નહિં પણ સંવાદળ થી ગામના વિકાસને આગળ ધપાવીએ તેવી અપીલ કરી છે.

વધુમાં, કચ્છમાં યોજાયેલ ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં શાંતિાથી મતદાન કરનાર મતદાતાઓ, ગ્રામ પંચાયતના ઉમેદવારો અને ચૂંટણી સાથે જોડાયેલ સમગ્ર વ્યવસૃથા તંત્રને શાંતિપૂર્ણ ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરવા બદલ તમામનો કચ્છ જિલ્લા ભાજપ દ્વારા આભાર સાથે અભિનંદન પાઠવ્યા હતા.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!