અમદાવાદમાં બી.યુ.વગરના ૨૨૪ યુનિટો મ્યુનિ.દ્વારા સીલ

On: December 18, 2021 11:13 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

     

  અમદાવાદ,શનિવાર,18 ડીસેમ્બર,2021

હાઈકોર્ટના બિલ્ડીંગ યુઝ પરમીશન વગરના યુનિટો સામે
કાર્યવાહી કરવાના આદેશ અપાયા બાદ શનિવારે શહેરના સાત ઝોનમાં ૨૨૪ યુનિટો એસ્ટેટ
વિભાગ દ્વારા સીલ કરાયા છે.ઘાટલોડીયાના સમર્પણ ટાવરના ૬૫ યુનિટોને પણ સીલ કરાયા
છે.૨૧૫૭૪ ચોરસફુટનું બાંધકામ તોડી પાડવામાં આવ્યું છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એસ્ટેટ વિભાગ દ્વારા શનિવારે
અમરાઈવાડી અને નિકોલ વિસ્તારમાં ઈન્ડસ્ટ્રીયલ શેડના ગેરકાયદેસર બાંધકામ તોડી પડાયા
છે.ઘોડાસરમાં મારુતી સર્વિસ સ્ટેશનના કોમર્શિયલ યુનિટ ઉપરાંત બહેરામપુરાના જીબ્રીલ
એસ્ટેટના ઈન્ડસ્ટ્રીયલ યુનિટનું બાંધકામ તોડવામાં આવ્યુ હતું.પંચવટી વિસ્તારમાં
દેવઆદી હોટલના ચાર હજાર સ્કેવર ફુટના બાંધકામ ઉપરાંત સંકલ્પ સ્કેવર-ટુના ૨૫૦૦
સ્કેવરફુટના બાંધકામને દુર કરવામાં આવ્યુ હતું.ઘાટલોડીયા વિસ્તારમાં આવેલા સમર્પણ
ટાવરના ત્રણ બ્લોકના ૬૫ કોમર્શિયલ યુનિટોને સીલ કરવામાં આવ્યા હતા.આંબાવાડીના
પદ્માવતી ફલેટ ઉપરાંત નવરંગપુરાના આરોન રેસીડેન્સી તથા ઉસ્માનપુરાના ધર્મજ્ઞા
હાઉસના કોમર્શિયલ યુનિટ સીલ કરાયા હતા.કલાસીક હાઈલેન્ડ
,સરખેજના ૨૬
રહેણાંક યુનિટ સીલ કરાતા અત્યાર સુધીમાં બી.યુ.ન ધરાવતા ૩૫૦ કોમર્શિયલ અને ૩૨૮
રહેણાંક યુનિટ મળી ૬૭૮ યુનિટ સીલ કરાયા છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!