અરવલ્લીના 639 મતદાન મથકોમાં 1510 બોટલ અવિલોપ્ય શાહી વપરાશે

On: December 15, 2021 2:22 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

મોડાસા,તા.14

અરવલ્લી જિલ્લામાં ૧૯મી ડીસેમ્બરને પૂનમના રોજ ગ્રામ પંચાયતની
ચૂંટણી યોજાનાર હોવાથી તંત્ર દ્વારા છેલ્લી ઘડીની તૈયારીઓ હાથ ધરાઈ છે.આ ચૂંટણીમાં
ઉમેદવારી ફોર્મ પરત ખેંચાયા બાદ અને ૭ પંચાયતો સમરસ જાહેર થયા પછી સ્પષ્ટ થયેલા ચૂંટણી
મુજબ જિલ્લાના ૬૩૯ મતદાન મથકોએ ૩૧૦૦ કર્મીનો સ્ટાફ અને અતિ સંવેદનશીલ મતદાન મથકોએ ખાસ
સુરક્ષા બંદોબસ્તની ફાળવણી હાથ ધરાઈ છે.

આ ચૂંટણી મતપત્રોથી યોજાનાર હોવાથી  ૧૪૩૦ મત પેટીઓનો અને ૧૫૧૦ મીલી અવિલોપ્ય શાહીનો
ઉપયોગ થનાર હોવાનું તંત્રના સૂત્રો દ્વારા જણાવાયું હતું.

  જિલ્લા વહીવટી તંત્ર
દ્વારા પણ ગ્રામ પચાયતોની ચૂંટણીને લઈ તડામાર તૈયારીઓ હાથ ધરાઈ છે. ઉમેદવારી ફોર્મ
પરત ખેંચવાની પ્રક્રિયા બાદ અને કેટલીક ગ્રામ પંચાયતો પૂર્ણ રીતે તો કેટલીક અશંતઃ સમરસ
થતાં જ મતદાન મથકો
,બેઠકોમાં
મોટો ફેરફાર થયા બાદ ચૂંટણી શાખા દ્વારા જરૂરી તૈયારીઓ હાથ ધરાઈ છે. હવે જિલ્લામાં
૯૯ મતદાન મથકો અતિ સંવેદનશીલ
,
૧૩૬ મતદાન મથકો સંવેદનશીલ અને ૪૦૪ મતદાન મથકો સામાન્ય જાહેર કરાયા બાદ આ મતદાન
મથકો ઉપર ઉપયોગમાં લેવાનાર ૧૪૩૦ મતપેટીઓની ચકાસણી પૂર્ણ કરાઈ છે. મતદાન માટે બેલેટ
પેપરની છપામણીનું કામ હાથ ઉપર છે.

 ત્યારે આ ચૂંટણીમાં
મતદાનમથક દીઠ ઉપયોગમાં લેવામાં આવનાર ૧૦ મીલી ની એક એવી કુલ ૧૫૧૦ અવિલોપ્ય શાહીની બોટલો
પણ મંગાવી લેવામા આવ્યો  છે. ચૂંટણી આયોગના
નીયમો મુજબ જે મતદાન મથકે ૬૦૦ થી ૧૦૦૦ મતદારો હોય તેવા મથકે ૪ કર્મીનો સ્ટાફ
,૧૦૦૦ થી ૧૨૦૦ મતદારોના
મતદાન મથકે ૫ કર્મીનો સ્ટાફ અને ૧૨૦૦ થી વધુ મતદારો ધરાવતા મતદાન મથકોએ ૬ કર્મીઓનો
સ્ટાફ મતદાન મથકે ફાળવવામાં આવનારછે. ચૂંટણી શાખા દ્વારા મતદાન મથકોથી માંડી ડિસ્પેચ
સેન્ટરો
,સ્ટ્રોંગરૂમ
અને મત ગણતરી સેન્ટરો ઉપર જરૂરી સુરક્ષા બંદોબસ્ત ફાળવવા માંગ કરાઈ છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!