Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

વડોદરા: ચોકારી ગામે જમીનમાં ધોવાણનું વળતર ચૂકવવામાં ગેઈલ કંપનીના ઠાગાઠૈયા, ધારાસભ્યની આગેવાનીમાં ધરણા

On: December 13, 2021 10:00 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

વડોદરા, તા. 13 ડિસેમ્બર 2021 સોમવાર

વડોદરા જિલ્લાના પાદરા ખાતે આવેલા ચોકરી ગામે જમીનમાં ધોવાણનું વળતર ચૂકવવામાં ગેઈલ કંપની દ્વારા ઠાગાઠૈયા કરવામાં આવતાં આજરોજ ગ્રામજનોએ ધારાસભ્યની આગેવાનીમાં વડોદરા ખાતે આવેલી ગેઈલ કંપની ની ઓફિસે ધરણાં યોજાયા હતા. અત્રે નોંધનીય છે કે છેલ્લા અઢી વર્ષથી ગ્રામજનોએ વળતર મેળવવા અનેક રજૂઆત કરવા છતાં સમસ્યાનું નિરાકરણ થયું નથી.

પાદરા વિધાનસભા મત વિસ્તારમાં આવેલા ચોકારીગામના ખેડૂતોને ગેઇલ ઈન્ડિયા કંપની દ્વારા નક્કી થયા મુજબ વળતર આપવામાં ઉદાસીનતા દાખવવામાં આવી રહી છે. અવાર-નવાર કલેકટરને આ બાબતે રજૂઆતો કરી છે પરંતુ દરેક વખતે અલગ-અલગ પ્રકારનાં કારણો દર્શાવી નાણાં ચૂકવવામાં બેદરકારી દાખવી રહ્યા છે. તે બાબતે આજરોજ પાદરાના ધારાસભ્ય જશપાલસિંહ પઢીયાર દ્વારા વડોદરાના અકોટા વિસ્તારમાં આવેલી ગેઇલ ઓફિસ ખાતે ગ્રામજનોની ઉપસ્થિતિમાં ધરણા યોજી વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો. 

ચોંકારી ગામના ખેડૂત દિનેશભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે, જ્યાં સુધી અમારી સમસ્યાનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી ધરણા યથાવત રહેશે અથવા કંપની લેખિતમાં બાંહેધરી આપે તો અમે ધરણા સમેટવા તૈયાર છીએ. ધારાસભ્ય જશપાલસિંહએ જણાવ્યું હતું કે, છેલ્લા અઢી વર્ષથી ગ્રામજનો વળતરની માગણી કરી રહ્યા છે. પરંતુ કંપની દ્વારા અલગ અલગ કારણોસર વળતર ચૂકવવામાં બેદરકારી દાખવવામાં આવી રહી છે.

અઢી વર્ષ અગાઉ ગેલ કંપની દ્વારા ડ્રીલીંગની કામગીરી દરમિયાન જમીનનું ધોવાણ થઇ જતા વિવાદ સર્જાયો હતો અને એસડીએમને રજૂઆત બાદ ચકાસણી હાથ ધરાતા કંપની દ્વારા સમાધાનનો ફોર્મ્યુલા અપનાવી 91 લાખનું વળતર ચૂકવવા ખાતરી આપી હતી પરંતુ આજદિન સુધી અનેક રજૂઆત છતાં ગ્રામજનોને વળતર ચુકવવામાં આવ્યુ નથી.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

વાપીમાં પાણીની પાઈપલાઈન તૂટતાં રસ્તા પર પાણી ભરાયું, વાહનચાલકો પરેશાન

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

error: Content is protected !!