[ad_1]
![]()
ભરૂચ: જિલ્લાની ગ્રામ પંચાયતની ચૂંટણીઓ જાહેર થતાની સાથે જ ઉમેદવારો અને સમર્થકોમાં ઉત્સાહ અને ઉમંગ જોવા મળી રહ્યો છે. ત્યારે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચ અને સભ્યપદ માટે ઉમેદવારો પોતાના સમર્થકો સાથે ઉમેદવારી નોંધાવી રહ્યા છે. જેના પગલે મામલતદાર કચેરી અને તાલુકા પંચાયત કચેરી સતત ધમધમતી રહી હતી.
ભરૂચ જિલ્લામાં ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણીમાં જંબુસર ૬૯, આમોદ ૪૪, વાગરા ૬૦, ભરૂચ ૭૭,અંકલેશ્વર ૪૩, હાંસોટ ૩૬, વાલીયા ૪૫, ઝઘડીયા ૭૪, નેત્રંગ ૩૫ મળી કુલ-૪૮૩ ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણીઓ યોજાનાર છે. જયારે અમુક ગ્રામ પંચાયતોમાં ખાલી પડેલી વોર્ડ અંગેની બેઠકો માટે પેટા ચૂંટણીઓ પણ યોજાનાર છે. જેમાં આમોદ ૦૧, વાગરા ૦૧, ભરૂચ ૦૭, અંકલેશ્વર ૦૫, હાંસોટ ૦૪, ઝઘડીયા ૦૨ મળી કુલ-૨૦ ગ્રામ પંચાયતોની ખાલી પડેલી બેઠકોની પેટા ચૂંટણીઓ યોજાનાર છે. ઉમેદવારી પત્રો સ્વીકારવાની છેલ્લી તારીખ ૪ ડિસેમ્બર હોવાના કારણે ઉમેદવારો ઉમેદવારી નોંધાવવા માટે સમર્થકો સાથે ઉમટી રહ્યા છે. જે આવતીકાલ શનિવાર સુધી ચાલુ રહેશે. ગ્રામ પંચાયતની ચૂંટણીઓમાં સરપંચ પદ અને સભ્ય પદ માટે ઉમેદવારી પત્રો નોંધાવવા માટે તાલુકા પંચાયત અને મામલતદાર કચેરી ઉપર ઉમેદવારો અને સમર્થકોનો ભારે ધસારો જોવા મળતો હતો. ઉમેદવારી નોંધાવી તમામ ઉમેદવારો જીત નો દાવો કરી ગામ ના વિકાસ માટે સક્રિય રહેવાની ખાતરી આપી રહ્યા હતા. જોકે ગ્રામ પંચાયતોની ચૂંટણી ઉમેદવારી પત્રો ચકાસણીની તારીખ -૬ ડિસેમ્બર, ઉમેદવારી પરત ખેંચવાની -૭મી ડિસેમ્બર, બાદ ચૂંટણી માટે મતદાન તારીખ -૧૯ મી ડિસેમ્બર સવારના ૭ વાગ્યાથી સાંજના ૬ વાગ્યા સુધી, યોજાનાર છે જ્યારે મતગણતરી -૨૦ મી ડિસેમ્બરે થનારી છે.
[ad_2]
Source link






