Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

જામનગરશહેર અને જિલ્લામાં સુસવાટા મારતા પવને લોકોને ધ્રુજાવ્યા

On: December 2, 2021 11:17 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

પ્રતિ કલાકના ૩૫ કિ.મી.ની ઝડપે ફૂંકાયેલા પવનના કારણે જનજીવન પર અસર

જામનગર તા ૨,

જામનગર શહેર અને જિલ્લામાં ગઈ કાલથી હવામાનમાં પલ્ટો આવ્યો છે, અને સમગ્ર દિવસ દરમિયાન વાદળછાયુ વાતાવરણ બન્યા પછી ગઈ કાલે મોડી સાંજથી બર્ફીલો તોફાની પવન ફુંકાયો હતો, અને પ્રતિ કલાકના ,૩૦થી ૩૫ કિ.મી.ની ઝડપે ફૂંકાયેલા પવનને કારણે જનજીવનને વ્યાપક અસર જોવા મળી હતી. હવામાન ખાતા દ્વારા સમગ્ર સૌરાષ્ટ્ર સહિત ગુજરાતભરમાં માવઠું થવાની આગાહી કરાયાના પગલે જામનગર જિલ્લામાં પણ બદલાયેલા હવામાનને લીધે વાતાવરણમાં ઠંડક રહી હતી.

સાથોસાથ પવનના કારણે ધુળની ડમરીઓ ઉડી હતી. આજે પણ વહેલી સવારથી ઠંડો પવન ફૂંકાઇ રહ્યો છે, જેથી લોકોએ વહેલી સવારથી જ ગરમ વસ્ત્ર પહેરીને નીકળવાનું પસંદ કર્યું છે. આકાશમાં વાદળોના આંટાફેરા ને લઈને સૂર્યદેવતા સંતાકૂકડી રમી રહ્યા છે.

જામનગર જિલ્લા કલેકટર કચેરીનાં કન્ટ્રોલ રૂમના જણાવ્યા અનુસાર આજે સવારે આઠ વાગ્યે પૂરા થતા ૨૪ કલાક દરમિયાન લઘુતમ તાપમાન ૧૮.૦ ,ડિગ્રી સેન્ટિગ્રેડ જ્યારે મહત્તમ તાપમાન ૨૮.૫ ડીગ્રી સેન્ટીગ્રેડ નોંધાયું છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૬૨ ટકા રહ્યું હતું, જ,યારે પવન ની ગતી સરેરાશ પ્રતિ કલાકના ૨૫ કિ.મી.ની ઝડપે રહી હતી જે વધીને ૩૫ કિમી સુધી પહોંચી હતી. હજુ પણ વાદળછાયુ વાતાવરણ રહેવા અંગેની આગાહી કરવામાં આવી છે, જેથી ઠંડી માં વધારો થાય તેવી શક્યતા છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

વાપીમાં પાણીની પાઈપલાઈન તૂટતાં રસ્તા પર પાણી ભરાયું, વાહનચાલકો પરેશાન

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

error: Content is protected !!