જામનગર નજીક હાપા વિસ્તારમાં રહેતી ૧૭ વર્ષીય તરુણી ને માતાએ વહેલા ઉઠવા બાબતે ઠપકો આપતાં માઠું લાગવાથી ગળાફાંસા દ્વારા આપઘાત

On: December 2, 2021 10:51 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

જામનગર તા ૨, 

 જામનગર નજીક હાપામાં રેલવે સ્ટેશન પાસે આવેલી જવાહર સોસાયટી શેરી નંબર -૧માં રહેતી ૧૭ વર્ષીય તરુણીએ ગઈકાલે પોતાના ઘેર  ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લઈ પોતાની જિંદગીનો અંત લાવી દીધો છે. વહેલા ઊઠવા બાબતે માતા નો ઠપકો સહન નહીં થતાં આ પગલું ભર્યું છે. જે મામલે પોલીસ વધુ તપાસ ચલાવે છે.

આ બનાવની વિગત એવી છે કે હાપામાં જવાહર સોસાયટી શેરી નંબર -૧ માં રહેતી દિવ્યા બેન હમીરભાઇ ગોહિલ નામની ૧૭ વર્ષીય તરુણી એ ગઈ કાલે બપોરે પોતાના ઘેર લોખંડ ની આડશમાં ચાદર બાંધી ગળાફાંસો ખાઇ આપઘાતનો પ્રયાસ કર્યો હતો.

તેણી બેશુદ્ધ અવસ્થામાં લટકી રહી હતી, જેથી આડોશી પાડોશીએ તૂરતજ ૧૦૮ને બોલાવી હતી જે ટીમ ઘટનાસ્થળે પહોંચે તે પહેલાં જ દિવ્યાબેનનું મૃત્યુ નિપજયું હોવાનું જાહેર કર્યું હતું.

આ બનાવ અંગે પોલીસને જાણ કરાતા પંચકોશી એ ડીવિઝનની પોલીસ ટુકડી ઘટનાસ્થળે દોડી ગઈ હતી, અને મૃતદેહના કબજો સંભાળી જામનગરની જી.જી.હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરાવ્યું છે. જયારે આ બનાવ અંગે ઉંડાણપૂર્વકની તપાસ હાથ ધરી હતી. પોલીસ પૂછપરછ દરમિયાન દિવ્યાબેન દરરોજ સવારે મોડી ઉઠતી હોવાથી વહેલા ઊઠવા બાબતે તેની માતાએ ઠપકો આપતાં સારું નહીં લાગવાથી આ પગલું ભરી લીધું હોવાનું જાહેર થયું છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!