મંડવાલની પરિણીતાએ સાસરિયાના ત્રાસથી કંટાળી ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું

On: December 1, 2021 12:34 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

હિંમતનગર તા. 30

ઉદેપુર જીલ્લાના કોટડા છાવણી તાલુકાના મંડવાલ ગામની પરણીતાએ
પતિ સહિત સાસરીયાઓ દ્વારા ખોટો વ્હેમ રાખી શારીરીક માનસિક ત્રાસ ગુજારાતા હિંમતનગર
તાલુકાના ગઢા ગામમાં ઘાસમાં છાટવાની દવા પીધા બાદ મરણ જતા પરણીતાના પિતાએ પતિ સહિત
સાસરીયાઓ વિરૂધ્ધ મરણ જવા સુધીના દુષ્પેરણ અંતર્ગત હિંમતનગર ગ્રામ્ય પોલીસ મથકે
ફરીયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ખેડબ્રહ્મા તાલુકાના ખેરીવાવમાં નીચલા ફળીયામાં રહેતા
સંગ્રામભાઈ હોનાભાઈ ખોખરીયાની દિકરી દક્ષાબેન ઈશ્વરભાઈ ગમારના આજથી ત્રણેક વર્ષ
અગાઉ ઉદેપુર જિલ્લાના કોટડા છાવણી તાલુકાના મંડવાલ ગામમાં રહેતા ઈશ્વરભાઈ ધર્માભાઈ
ગમાર સાથે સમાજના રીત રીવાજ મુજબ લગ્ન થયા હતા. લગ્ન જીવનના શરૂઆતના એકાદ વર્ષ
દરમ્યાન પતિ સહિત સાસરીયાઓએ સારી રીતે વ્યવહાર કરતા હતા. દરમ્યાન લગ્ન જીવનના એક
વર્ષ બાદ દક્ષાબેનને પતિ ઈશ્વરભાઈ ગમાર તથા સાસુ તથા ધર્માભાઈ નાંણાભાઈ ગમાર
(સસરા) તથા જેઠ અમરતભાઈ ધર્માભાઈ ગમારે દક્ષાબેન ઉપર ખોટો વ્હેમ રાખી શારીરીક
માનસિક ત્રાસ આપતા હતા. દરમ્યાન ગત રોજ તા. ૨૬-૧૧-૨૦૨૧ના રોજ હિંમતનગર તાલુકાના
ગઢા ગામમાં દક્ષાબેને ઘાસમાં છાંટવાની દવા પી ગયા હતા. જેને પગલે તેમને હિંમતનગરની
સંજીવની હોસ્પિટલ ખાતે સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા બાદ વધુ સારવાર અર્થે
હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જયાં ફરજ પરના ર્ડાકટરે
દક્ષાબેન ગમારને મૃત જાહેર કર્યા હતા. જેને પગલે દક્ષાબેનના પિતાએ દિકરીના પતિ
, સાસુ-સસરા
તથા જેઠ વિરૂધ્ધ દિકરી ઉપર ખોટો વ્હેમ રાખી હેરાન પરેશાન કરી ત્રાસ આપી મરી જવા
સુધીનો દુષ્પેરણ અંતર્ગત હિંમતનગર ગ્રામ્ય પોલીસ મથકે ફરીયાદ નોંધાવતા પોલીસે
કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

Ajay’s Cafe ફૂડથી આગળ વધીને ચેસ દ્વારા પણ ફેલાવી રહ્યું છે ‘હેપ્પી વાલી ફીલિંગ’

કપરાડાની પૂજ્ય મોટા હાઈસ્કૂલ(માની)ના તેજસ્વી વિદ્યાર્થીઓએ કર્યો હવાઈ પ્રવાસ, દ્વારકાધીશના દર્શનનો મળ્યો લ્હાવો

ક્યાં એક તરફ મોંઘી દાટ મર્સીડીઝ કાર માં નીકળતી વર યાત્રા ને ક્યાં સંસ્કૃતિ ને બચાવવાં માટે નીકળતી બળદ ગાડાં માં નીકળેલી જાન.નો ઠાઠ..

પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના અંતર્ગત 19 જૂને રાષ્ટ્રીય કાર્યક્રમ, વાપીમાં રાજુ શ્રોફ ઓડિટોરિયમ ખાતે યોજાશે વિશેષ કાર્યક્રમ

ધરમપુર વિલ્સન હિલ ખાતે નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ અને આદિજાતિ વિકાસ વિકાસ મંત્રીશ્રી નરેશભાઈ પટેલના હસ્તે વૃક્ષારોપણ કરાયું

ધરમપુર આસપાસની નદીઓમાં બેફામ રેતી ખનન સામે કાર્યવાહી, માત્ર ચાર ટ્રક જપ્ત થતા અનેક સવાલો

error: Content is protected !!