Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

તમામ ફેકલ્ટીઓને ઓનલાઈન પરીક્ષા જ લેવાનો યુનિ. સત્તાધીશોનો આદેશ

On: November 24, 2021 8:49 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીની મોટાભાગની ફેકલ્ટીઓમાં નવેમ્બરમાં એન્ડ સેમેસ્ટર પરીક્ષાઓ લેવામાં આવનાર છે.સાયન્સ સહિતની કેટલીક ફેકલ્ટીઓએ કોરોનાનુ જોર ઘટયુ હોવાના કારણે  વિદ્યાર્થીઓને કેમ્પસમાં બોલાવીને પરીક્ષા લેવાનુ નક્કી કર્યુ હતુ.

જોકે  તેની સામે વિદ્યાર્થીઓમાં અને ખાસ કરીને બહારગામના વિદ્યાર્થીઓમાં કચવાટ હતો.જેના પગલે હવે યુનિવર્સિટી સત્તાધીશોએ તમામ ફેકલ્ટીઓને એન્ડ સેમેસ્ટર પરીક્ષા ઓનલાઈન લેવા માટે આદેશ આપ્યો છે.યુનિવર્સિટીએ કોરોના કાળમાં પહેલી વખત પરીક્ષા કેવી રીતે લેવી તે અંગે ફેકલ્ટીઓને સૂચના આપી છે.આ પહેલા યુનિવર્સિટી સત્તાધીશોએ પરીક્ષા કેવી રીતે લેવી તે ફેકલ્ટીઓ પર છોડયુ હતુ.

યુનિવર્સિટી હેડ ઓફિસના સૂત્રોનુ કહેવુ હતુ કે, યુનિવર્સિટીમાં મોટી સંખ્યામાં બહારગામના વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે.ફેકલ્ટીઓ જો કેમ્પસમાં બોલાવીને પરીક્ષા લે તો બહારગામના વિદ્યાર્થીઓેને આ માટે વડોદરા આવવુ પડે તેમ હતુ.સરકારની હાલની ગાઈડ લાઈન પ્રમાણે હોસ્ટેલમાં હવે વિદ્યાર્થીઓને રાખવાની જગ્યા નથી.જેના પગલે યુનિવર્સિટીએ તમામ ફેકલ્ટીઓને ઓનલાઈન પરીક્ષા લેવાનો જ આદેશ આપ્યો છે.

વિદ્યાર્થીઓને ઓનલાઈન પરીક્ષા માટે યુઝર આઈડી અને પાસવર્ડની જાણકારી તેમના રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર એસએમએસ થકી  એક દિવસ પહેલા આપવામાં આવશે.જે વિદ્યાર્થીઓને યુઝર આઈડી અને પાસવર્ડ મળવામાં મુશ્કેલી પડે તેણે પોતાની ફેકલ્ટીનો સંપર્ક કરવાનો રહેશે.ઓનલાઈન પરીક્ષા અગાઉના નિયમો પ્રમાણે  જ લેવામાં આવશે.

જોકે  પ્રેક્ટિકલ પરીક્ષા માટે વિદ્યાર્થીઓએ ફેકલ્ટી જે ટાઈમ ટેબલ નક્કી કરે તે પ્રમાણે ફેકલ્ટીમાં આવવાનુ રહેશે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

વાપીમાં પાણીની પાઈપલાઈન તૂટતાં રસ્તા પર પાણી ભરાયું, વાહનચાલકો પરેશાન

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

error: Content is protected !!