સુરેન્દ્રનગરમાં સસ્તા અનાજનો જથ્થો મળતો ન હોવાની ફરિયાદો

On: November 22, 2021 11:49 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]


– પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ

– મફતીયાપરામાં રહેતી મહિલાને અનાજનો જથ્થો ન મળ્યાની જન સેવા કેન્દ્રમાં ફરિયાદ : જથ્થો બારોબાર પગ કરી જતો હોવાની ચર્ચા 

સુરેન્દ્રનગર : સુરેનદ્રનગર જિલ્લામાં રેશનીંગની દુકાનોએથી ૨,૩૮,૮૨૮ કાર્ડ ધારકોના ૧,૦૪,૫૨૩ લાભાર્થીઓને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ અનાજનો જથ્થો આપવામાં આવે છે તેમાંથી અનેક જગ્યાએ લાભાર્થીને આપવાનો અનાજનો જથ્થો બારોબાર બજારમાં પગ કરી જતો હોવાની ફરીયાદ ઉઠી છે.

કેન્દ્ર સરકાર દ્વારા ગરીબોનેમફત અનાજ પુરૂ પાડવા પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અમલમાં છે. આ યોજના હેઠળ લાભાર્થીઓને સસ્તા અનાજની દુકાનોએથી ૩.૫૦ કિલો ઘઉ, ૧ લીટર તેલ, ૧મીઠાની થેલી, ૧.૫૦ કિલો ચોખા વિગેરે અનાજ આપવામાં આવે છે. સુરેનદ્રનગર જિલ્લામાં ૨,૩૮,૮૨૮ કાર્ડ ધારકોના ૧૦ લાખ ૪ હજારથી વધુ લાભાર્થીઓને આ યોજનાનો લાભ આપવામાં આવીર હ્યો છે. સરકાર દ્વારા આ ગરીબ લાભાર્થીઓને મફત અનાજ પુરૂ પાડવા સસ્તા અનાજની દુકાનો સુધી અનાજનો જથ્થો પહોંચાડવામાં આવે છે. લાભાર્થીઓને રસ્તા અનાજના દુકાનદારો દ્વારા કુપન આપવામા આવે છે.

નિયત કરેલા સમયે લાભાર્થીને અનાજનો જથ્થો આપવામાં આવે છે પરંતુ સુરેનદ્રનગર શહેર સહિત જીલ્લામા આવેલી કેટલીક સસ્તા અનાજ દુકાનોના સંચાલકો દ્વારા લાભાર્થીને આનાજનો જથ્થો આપવામા ગલ્લા તલ્લા કરવામા આવે છે. કુપન આપવી ફરજીયાત હોવા છતા કુપન આપવામા આવતી નથી અને લાભાર્થીને ધક્કા ખવડાવવામા આવે છે. જિલ્લામા અનેક જગ્યાએથી લાભાર્થીને આપવાનો અનાજનો જથ્થો બજારમાં પગ કરી જતો હોવાનું ચર્ચાય છે. 

જીલ્લામાં આવેલી કેટલીક હોટલો-રેસટોરન્ટો, ફલોર મીલો સુધી ગરીબ લાભાર્થીને આપવાના ઘઉનો જથ્થો કાળાબજારમાં વેચી દેવામા આવતો હોવાનુ પણ કહેવાય છે. શહેરના મફતીયા પરા વિસ્તારમાં રહેતી ટીનુબેન ઘુડાભાઈ ગોહિલ નામની મહિલા ગઈકાલે જન સેવા કેન્દ્ર ખાતે ફરીયાદ કરવા આવી હતી. 

આ મહિલાને અનાજનો જથ્થો મળતો ન હોવાની ફરીયાદ હતી. આવા અનેક લાભાર્થીઓ હશે જેમને અનાજ મળતુ ન હોય અને બારોબાર પગ કરી જતુ હોય. આ કૌભાંડ કોની રહેશનજર હેઠળ ચાલે છે. સંબંધિત વિભાગના અધિકારીઓ આ બાબતથી અજાણ છે. આ બાબતે ઉચ્ચ કક્ષાએથી તપાસ થાય તો ગરીબોના અનાજને સગેવગે કરવાના અનેક પ્રકરણો બહાર આવવાની શકયતા નકારી શકાતી નથી.

ફરજિયાત છતાં કુપન આપવામાં ઠાગાઠૈયા

સરકારના આદેશ મુજબ અનાજનો જથ્થો કોને મળવા પાત્ર છે, કેટલો જથ્થો ઉપલબ્ધ છે વગેરે માહીતી દર્શાવતુ બોર્ડ સસ્તા અનાજની દુકાનો ઉપર મુકવાનુ ફરજીયાત હોવા છતા આવી સુચનાના બોર્ડ મુકાતા નથી. તેમજ લાભાર્થીઓને કુપન આપવી ફરજીયાત હોવા છતા કુપન આપવામા ગલ્લા તલ્લા કરવામાં આવતા હોવાની ફરીયાદો ઉઠી છે

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!