[ad_1]

– ધ્રાંગધ્રાના નરીચાણા-રાવળીયાવદર પંથકમાં
– મંજૂરી વગર ધમધમતા ચારથી વધુ પ્લાન્ટ પર ખાણ ખનીજ વિભાગે તવાઇ બોલાવી
સુરેન્દ્રનગર : ધ્રાંગધ્રા તાલુકામાં નારીચાણા-રાવળીયાવદર સહિતના ગામોમાં ગેરકાયદે ચાલતા રેતીવોશના ચારથી વધુ પ્લાન્ટ ખાણ ખનીજ વિભાગ દ્વારા તોડી પાડવામ આવતા રેતી માફીયાઓમાં ફફડાટ ફેલાવા પામેલ છે.
ધ્રાંગધ્રા તાલુકાના નારીચાણા, રાવળીયાવદર, ગાજણવાવ, ભરાડા, સહિતના ગામોમાં ગેરકાયદે રેતીચોરીની વ્યાપક ફરીયાદો ઉઠવા પામેલ હતી. આ ફરીયાદોના પગલે ખાણખનીજ વિભાગ અધિકારી દ્વારા તપાસ હાથ ધરતા એકલ દોકલ પ્લાન્ટની મંજુરી સામે રેતીવોશના અનેક પ્લાન્ટ ગેરકાયદે ધમધમતા હોવાનું ધ્યાને આવતા તંત્ર દ્વારા ચારથી વધારે ગેરકાયદે રેતી વોશપ્લાન્ટને તોડી પાડવામાં આવેલ હતા આ કાર્યવાહીથી રેતીચોરીમાં ફફડાટની લાગણી ફેલાવા પામેલ હતી
[ad_2]
Source link






