[ad_1]
અમદાવાદ,શનિવાર,20 નવેમ્બર,2021
અમદાવાદમાં શનિવારે કોરોના સંક્રમણમાં સામાન્ય ઘટાડો થતા
નવા આઠ કેસ નોંધાયા હતા.કોરોનાથી એક પણ દર્દીનું મોત થયુ નથી.એક દિવસમાં ૧૬ દર્દીઓ
કોરોના મુકત થયા છે.૨૬ હજારથી વધુ લોકોને કોરોના વેકિસન આપવામાં આવી હતી.હાલમાં
પાંચ સ્થળ માઈક્રોકન્ટેઈન્મેન્ટ હેઠળ છે.
આ અંગે મળતી માહિતી મુજબ,શહેરમાં શુક્રવારે કોરોનાના દસ કેસ નોંધાયા હતા. શનિવારે આઠ
કેસ નોંધાયા હતા.મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં કાર્યરત કરવામાં આવેલા
રસીકરણ કેન્દ્રો પરથી ૪૩૧૨ લોકોને કોરોના વેકિસનનો પહેલો ડોઝ અને ૨૨૧૮૭ લોકોને
બીજો ડોઝ મળી કુલ ૨૬૪૯૯ લોકોને કોરોના
વેકિસન આપવામાં આવી હતી.ઘર સેવા વેકિસનેશન યોજના હેઠળ અત્યાર સુધીમાં કુલ ૩૬૫૯
લોકોએ રજિસ્ટ્રેશન કરાવતા મ્યુનિ.તંત્ર તરફથી ૩૦૯૪ લોકોને રસી આપવામાં આવી છે.
[ad_2]
Source link






