આર્ટ ઓફ લિવિંગ સંસ્થા દ્વારા ‘અનસંગ એવરીડે હીરોસ એવોર્ડ્સ’ની જાહેરાત, જમીન સ્તરે નિઃસ્વાર્થ સેવા આપનારાઓનું સન્માન

On: March 15, 2026 12:36 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

ગત ૪૫ વર્ષોથી માનવતાની સેવા એ આર્ટ ઓફ લિવિંગની ઓળખ રહી છે. નક્સલ પ્રભાવિત ગામોમાં પ્રથમ શાળા શરૂ કરવાની પહેલ હોય, દુષ્કાળથી પીડિત વિસ્તારોમાં નદીઓનું પુનર્જીવન કરવાનો સંકલ્પ હોય, અથવા તણાવ, આઘાત અને કુદરતી આપત્તિઓથી પીડિત સમુદાયોને ફરી સંભાળવાની દિશા બતાવવાનો પ્રયાસ હોય — સંસ્થાના આ તમામ કાર્યોને આગળ વધારવામાં સામાન્ય લોકોની અસાધારણ પ્રતિબદ્ધતા અને સેવા ભાવનાએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.

માનવતાની સેવા ના આ ૪૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે આર્ટ ઓફ લિવિંગ સંસ્થાએ ‘અનસંગ એવરીડે હીરોસ એવોર્ડ્સ’ નામની રાષ્ટ્રવ્યાપી પહેલની જાહેરાત કરી છે. આ પહેલનો હેતુ એવા વ્યક્તિઓને સન્માનિત કરવાનો છે જેમની નિઃસ્વાર્થ સેવા અને સમર્પણ દેશભરના સમુદાયોને સશક્ત બનાવી રહ્યા છે.

ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજીની પ્રેરણાથી શરૂ કરવામાં આવેલા આ પુરસ્કારોનો હેતુ એવા લોકોના કાર્યને પ્રકાશમાં લાવવાનો છે, જેમનું યોગદાન ઘણીવાર ચર્ચામાં આવતું નથી, પરંતુ જેમના પ્રયત્નોએ પેઢીઓ સુધી લોકોના જીવન પર સકારાત્મક અસર પેદા કરી છે.

આ પુરસ્કારના પ્રથમ સંસ્કરણમાં યુવા નેતૃત્વ, રમતગમત ક્ષેત્ર અને ઉદ્યોગ/વ્યવસાય દ્વારા પરોપકાર અને સેવાભાવ (philanthropy) ક્ષેત્રમાં કાર્યરત એવા વ્યક્તિઓને સન્માનિત કરવામાં આવશે, જે સત્યનિષ્ઠા, નિઃસ્વાર્થ સેવા અને શ્રેષ્ઠતાના મૂલ્યો દ્વારા સમાજને પ્રેરણા આપી રહ્યા છે.

આ પહેલનો હેતુ સમાજમાં સકારાત્મકતા, સેવા અને માનવીય મૂલ્યોને પ્રોત્સાહન આપવા માટે વ્યાપક જનઆંદોલનને પ્રેરિત કરવાનો છે. સંસ્થાનો વિશ્વાસ છે કે જે કોઈ વ્યક્તિ પોતાના સમુદાયની સેવા કરે છે, તે ખરેખર એવો નાયક છે જેને સન્માન મળવું જોઈએ.

આ એવોર્ડ માટે નીચે આપેલી લિંક દ્વારા આપ સમાજમાં જે લોકો આ રીતે નિઃસ્વાર્થ ભાવે સેવા આપે છે તેમને નામાંકિત (નોમિનેટ) કરી શકો છો, તેમજ આપ પોતાને પણ સેલ્ફ નોમિનેટ કરી શકો છો, અને આ પ્રક્રિયા સંપૂર્ણપણે નિઃશુલ્ક છે.

https://awards.artofliving.org/india/nominate

૧૪ એપ્રિલથી ૩૦ એપ્રિલ ૨૦૨૬ દરમિયાન દેશભરના સમુદાયો એકત્ર થઈ આવા પરિવર્તનકારકોનું વિવિધ જિલ્લાઓ માં સન્માન કરશે. આ એવોર્ડ્સ સાથે સાથે આર્ટ ઓફ લિવિંગના વિવિધ ચેપ્ટર્સ દેશભરમાં અનેક સેવા પ્રવૃત્તિઓનું આયોજન પણ કરશે. તેમાં વૃક્ષારોપણ અભિયાન, મહોલ્લા સ્વચ્છતા અભિયાન, નિઃશુલ્ક આરોગ્ય શિબિર (ખાસ કરીને મહિલાઓના આરોગ્ય અને પોષણ પર કેન્દ્રિત), તેમજ નવચેતના અને બાળચેતના જેવી વર્કશોપ્સનો સમાવેશ થશે.

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!