

બીપોર જોઈ વાવાઝોડાની અસરને પગલે અનેક જગ્યા ઉપર ચક્રવાતી પવન તેજ ગતિથી ફુકાઈ રહ્યો છે જેને લઈને ઝાડ પડવાની ઘટનાઓ વીજ પોલ પડવાની ઘટનાઓ કે મકાનની છત અને પતરા ઉડવાની ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે ધરમપુરના ઊંડાણના ગામમાં ગત રાત્રી દરમિયાન મુકાયેલા 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે મુકાયેલા પવનને કારણે જાગીરી બારી ફળિયામાં આવેલી આંગણવાડીના મકાન ઉપર રાખવામાં આવેલ આ પતરાઓ ઉડ્યા હતા આંગણવાડીના મકાન પર મુકવામાં આવેલા ત્રણથી ચાર જેટલા સિમેન્ટના પતરાઓ તે જ ગતિથી ફુકાયેલા પવનને કારણે ઉડીને દૂર સુધી પડ્યા હતા જેને પગલે આંગણવાડીના મકાનને નુકસાન પહોંચ્યું છે તેમજ ધીમીધારે પડેલા વરસાદને કારણે પાણી પણ અંદર પડ્યું હોવાની જાણકારી સ્થાનિક લોકો આપી રહ્યા છે હાલ તો ઘટના અંગે જાગીરીના સરપંચ દ્વારા તાલુકા પંચાયત વિભાગને જાણ કરવામાં આવી છે તેમજ ગામના તલાટી કમ મંત્રીને પણ ઘટના અંગેની જાણ કરવામાં આવી છે જેથી કરીને વહીવટી તંત્રને સમગ્ર ઘટના અંગે જાણ થાય બીજી તરફ આંગણવાડીનું મકાન સરકારી હોવાને લઈને અંદર રાખવામાં આવેલી કેટલીક ચીજ વસ્તુઓનું પણ ધ્યાન રાખવામાં આવે તેવી લોકમાનગ ઊઠવા પામી છે હાલ તો પતરા ઉડવાને કારણે મકાનને નુકસાન પહોંચ્યું છે અને કેટલાક પતરાઓ ઉડીને પડતા તૂટી જવા પામ્યા છે





