શ્રીજી ઇવેન્ટ દ્વારા ચલા ખાતે તારીખ 8 અને 9 ઓક્ટોબર યોજાશે રાસ રમઝટ સિઝન 6

0
185
કાર્યક્રમ અંગે માહિતી આપતા સમીરભાઈ

વાપીના ચલા ખાતે આગામી તારીખ 8 અમે 9 ઓકટોબરના રોજ વાપી અને તેની આસપાસના ગરબામાં રમતા ખેલૈયાઓ માટે કોરોના કાળના બે વર્ષ બાદ શ્રીજી ઇવેન્ટ મેજીક લિંક અને સહયોગ હેલપિંગ હેન્ડ દ્વારા ભાઠેલાં પાર્ટી પ્લોટ ખાતે રાસ રમઝટ શરદ પૂર્ણિમા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે જે અંગેની માહિતી આજે પત્રકાર પરિષદ યોજીને શ્રીજી ઇવેન્ટના સમીર પટેલે આપી હતી 

ભાઠેલાં પાર્ટી પ્લોટ માં આગામી શરદ પૂર્ણિમા દરમ્યાન રાસ રમઝટ સિઝન 6 નું આયોજન કરવામાં આવનાર છે જે અંગે સમીર ભાઈ એ માહિતી આપી હતી તેમણે જણાવ્યું કે ગત વર્ષોમાં આયોજિત કરવામાં  આવેલા નવરાત્રી મહોત્સવ દરમ્યાન ઉપજેલ રકમ માંથી ઉરીમાં શાહિદ થયેલ સૈનિકોના પરિવાર માટે 1,11111 રૂપિયાની રકમનો ચેક એનાયત કરવામાં આવ્યો હતો આ વખતે પણ 51 હજાર જેટલી રકમ સહયોગ હેલપિંગ હેન્ડને આપવામાં આવનાર છે જેના દ્વારા વિવિધ સામાજિક પ્રવૃતીનું આયોજન કરવામાં આવે છે 

સાથે જ છેલ્લા બે વર્ષમાં કોરોના કાળ દરમ્યાન જે ખેલૈયાઓ મન મુકીને ઝૂમી નથી શક્યા એ તમામ લોકો માટે 8 ઓક્ટોબર અને 9 ઓક્ટોબર દરમ્યાન સાંજે 8 કલાકે ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવશે કર્યક્રમના પ્રારંભે નાણાં પ્રધાન હાજરી આપશે મહત્વનું છે કે આ વખતે 8 ઓક્ટોબરના રોજ પિયુષ રાજાણી જે સાઉન્ડ અને ઓરકેસ્ત્રા માટે જાણીતું નામ છે તે હાજરી આપશે જ્યારે 9 ઓક્ટોબર ના રોજ વડોદરામાં યુનાઈટેડ વે માં ગરબામાં ગાયક કૈરવી બુચ પોતાના સંગીતના સુર રેલાવસે વળી કર્યક્રમમાં સુરક્ષા જળવાઈ રહે તે માટે પણ વિશેષ વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવી છે 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here