ગુનેગારોની સંખ્યા ન વધે નવી જેલો બનાવવી ન પડે એ માટેના કાર્યો કરવા માટે પ્રેરિત કર્યા.

જાયન્ટ્સ ગ્રૂપ વલસાડના પ્રમુખ ડૉ. આશા ગોહિલ, અર્ચના ચૌહાણ, જ્યોતિ વ્યાસ , હેમ આશ્રમ જાગીરીના શીતલ ગાડર તથા હેઝલ દ્વારા કેદી ભાઈઓને રક્ષાબંધન પર્વ નિમિત્તે રાખડી બાંધવાનો કાર્યક્રમ તથા મહિલા કેદીઓ સાથે એક મુલાકાત યોજવામાં આવી. આ મુલાકાતમાં જા.પ્રમુખ ડૉ. આશા ગોહિલ જણાવ્યું, કેદી ભાઈઓ બહેનો તમારી સજા પૂરી કરી જ્યારે સમાજમાં પરત ફરો ત્યારે સ્વસ્થ સમાજ નિર્માણમાં તમારું ઉત્તમ આપો. એમનાં વકતવ્યમાં કોઈપણ પ્રકારનો ગુના તે વ્યક્તિને , કુટુંબને ,રાષ્ટ્રને નુકશાન પહોંચાડનારા છે. ગુનેગારોની સંખ્યા ન વધે નવી જેલો બનાવવી ન પડે એ માટેના કાર્યો કરવા માટે પ્રેરિત કર્યા. શ્રી પી.પી પટેલ ( જેલ સુપ્રિટેન્ડેન્ટ) સાહેબે જણાવ્યું હતું કે , “જન્મથી કોઈ ગુનેગાર હોતું નથી.”

આ રક્ષાબંધન પર્વ નિમિત્તે કેદીઓના હૃદય દ્રવી ઉઠયા હતા. એમણે જણાવ્યું , “અમારી બહેનોને તો અમે ના મળી શકીએ. આપસૌ બહેનો અહીં આવ્યાં અમે તમારાં ખૂબ આભારી છીએ”. કેદીઓએ થોડી પોતાની વાતો રજૂ કરી જેમાં જીવનમાં વાસ્તવનો સ્વીકાર કરવો . કોઈના બહેકાવવામાં આવવું નહીં.. તથા ઘરે જઈ પરિવાર તથા દેશ માટે ઘણું કરવું છે એવી ભાવના પણ ઘણા કેદીઓના મુખે સાંભળવા મળી.





