કોવિડ 19 મહા રસીકરણ અભિયાન અંતર્ગત વલસાડ જિલ્લામાં 21 જુન ના રોજ 90 ટકા રસીકરણ કરવામાં આવ્યું જિલ્લામાં કુલ 15086 લોકો એ કોવિડ 19 થી સુરક્ષિત રહેવા આગળ આવી ને રસીકરણ કરાવ્યુ યુવાનો માં રસીકરણ ને લઈ ને ઉત્સાહ જોવા મળ્યો હતો
સમગ્ર ગુજરાતમાં ગુજરાત સરકાર દ્વારા દરેક વ્યક્તિને વેક્સિન મફતમાં મળી રહે તે હેતુથી 21 જૂન 2021 ના રોજ યોગ દિવસ નિમિત્તે મહારથી કરણ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે કોરોના જેવી મહામારી થી બચવા માટે એકમાત્ર વેક્સિન ઉપાય છે જેને લઇને સરકારે 18 વર્ષથી 45 વર્ષ સુધીના તમામ લોકોને વેક્સિન મફત મળી રહે અને સ્થળ ઉપર જ રજિસ્ટ્રેશન કરવામાં આવે તેવી વ્યવસ્થા ઊભી કરી વેક્સિન અભિયાન શરૂ કર્યું છે જે અંતર્ગત વલસાડ જિલ્લામાં પણ ૧૪૦ જેટલા કેન્દ્રો ઉપરથી 21 જૂનના રોજ રસીકરણનો પ્રારંભ કરવામાં આવ્યો હતો જેમાં ૯૦ ટકા સફળતા મળી છે
વલસાડ જિલ્લા આરોગ્ય અધિકારી અનિલ પટેલના જણાવ્યા અનુસાર વલસાડ જિલ્લામાં કુલ ૧૪૦ જેટલા કેન્દ્રો ઉપરથી રસીકરણ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો વલસાડ તાલુકામાં 35 કેન્દ્ર, પારડી તાલુકામાં ૨૨ કેન્દ્ર, વાપી તાલુકામાં 26 કેન્દ્ર, ઉમરગામ તાલુકામાં 33 કેન્દ્ર ધરમપુર તાલુકામાં ૧૨ અને કપરાડામાં 12 આમ કુલ ૧૪૦ કેન્દ્ર ઉપરથી રસીકરણ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો જેમાં દરેક કેન્દ્ર ઉપર થી ૧૦૦ થી વધુ વ્યક્તિઓને રસીકરણ આપવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો હતો જોકે આ લક્ષ્યાંક ૯૦ ટકા જેટલો સિદ્ધ થયો હોવાનું તેમણે જણાવ્યું હતું
વલસાડ જિલ્લામાં 21 જૂનના મોડી સાંજે રસીકરણના આંકડાઓ પર નજર કરીએ તો 18 થી ૪૫ વર્ષની વયના 12922 જેટલા લોકોએ રસી મુકાવી છે જેમાં વલસાડ તાલુકામાં 3781 ,પારડી તાલુકામાં 1763, વાપી તાલુકામાં 2851,ઉમરગામ તાલુકામાં 3446,ધરમપુર તાલુકામાં 538,કપરાડા માં 543 લોકો મળી કુલ 12922 વ્યક્તિ ઓ એ રસીકરણ નો પ્રથમ ડોઝ લીધો છે
આજથી શરૂ થયેલા મહા રસીકરણ અભિયાન ને જોતા 18 વર્ષથી ઉપરના તમામ લોકોએ સ્થળ ઉપર પોતાના આધારકાર્ડની પહોંચી રજીસ્ટ્રેશન કરાવી તુરંત જ રસીકરણનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો જેને લઇને યુવાનોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો યુવાનોએ રસી લીધા બાદ લોકોને અપીલ કરી હતી કે કોરોના ના ત્રીજા વેવ થી બચવા માટે રસી લેવી ખૂબ જરૂરી છે અને પ્રથમ ડોઝ લીધા બાદ 84 દિવસ બાદ બીજો ડોઝ પણ લેવાની જરૂર છે