નિસ્વાર્થ સેવા જ જેમનો જીવન મંત્ર છે એવા દંપતી દ્વારા રક્તદાન કેન્દ્ર કર્મચારી માટે છત્રી અને રેઇન કોટ નું વિતરણ કર્યું

0
251

વલસાડ જિલ્લામાં છેલ્લા કેટલાક સમય થી અનેક સમાજિક પ્રવૃત્તિ ઓ સાથે સંકળાયેલા અને કોરોના કાળ માં અનેક સેવાકીય કામગીરી કરનાર દંપતી દ્વારા વધુ એક ઉમદા કામગીરી કરી છે વલસાડ કસ્તુરબા હોસ્પિટલ માં કોરોના વોર્ડ માં ફરજ બજાવતા કર્મચારી ઓ તેમજ વલસાડ રક્તદાન કેન્દ્ર માં કામ કરતા કર્મચારી ને રેઇન કોટ અને છત્રી નું વિતરણ કરવામાં આવ્યું છે 
વલસાડ નગરપાલિકા હોસ્પિટલ કસ્તુરબા હોસ્પિટલ ના  કોરોના વોર્ડમાં ફરજ બજાવતા કર્મચારી બહેનો તેમજ વલસાડ રકતદાન કેન્દ્ર માં ફરજ બજાવતા ટેકનિશિયનો તેમજ નર્સ બહેનોને છત્રી તેમજ રેનકોટ નું વિતરણ દમણના સેવાભાવી દંપતી  પંકજભાઈ મિસ્ત્રી તરફથી આજરોજ કરવામાં આવ્યું હતું. આગામી દિવસ માં આવી રહેલ ચોમાસા દરમ્યાન કોઈ કર્મચારી ઓ ને કોઈ અગવડ ના પડે તે માટે વિશેષ રૂપે છત્રી અને રઈન કોટ આપી તેમની કામગીરી ને સન્માનિત કરાઈ તેમજ મદદરૂપ થવામાં પહેલ કરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here