વલસાડ નજીકમાં આવેલા જોરાવાસણ રેલવે સ્ટેશનના ફાટક નજીક આજે વહેલી સવારે આઠ વાગે ટ્રેનની અડફેટે 14 જેટલી ગાયો આવી હતી જેમાં 11 ગાયોનું મોત થતા સનસનાટી મચી ગઇ છે તો સાથે જ ત્રણ જેટલી ગાયો ના પગ પણ કપાઈ ગયા હતા આ ઘટનાની જાણકારી વલસાડ agniveer ગૌ સેવા દળના યુવાનોને થતા યુવાનો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને ઈજાગ્રસ્ત ગાયોને સારવાર અર્થે નવસારીના ખાતે ખસેડવાની કામગીરી હાથ ધરી હતી તો બીજી તરફ મૃત્યુ પામેલી ગાયને અંતિમવિધિ કરવા માટેની તમામ પ્રક્રિયાઓ હાથ ધરી હતી