નવનિર્માણ કેળવણી મંડળ સંચાલિત શ્રી એમ.કે. મહેતા કોલેજ ઓફ એજ્યુકેશન ઉમરગામ માં પ્રતિનિધિ મંડળ ની ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હિન્દુ યુવા વાહિની વલસાડ નાં છાત્રસંઘનાં પ્રમુખ કમલેશ માલી ની જી. એસ. પદે વિજેતા જાહેર થયા. તાલીમાર્થીઓ ચૂંટણીનો માહોલ સમજે એ માટે કોલેજમાં ચૂંટણીનો માહોલ ઉભો કરવામાં આવ્યો હતો અને ચૂંટણી સમિતિની રચના કરી પ્રતિનિધિ મંડળની ચૂંટણીનું કરવામાં આવી હતી. જેમાં સામાન્ય મંત્રી(જી.એસ.) પદે કમલેશ માલી,મેગેઝિન સમિતિ જત આરઝૂબાનું,જિમખાના સમિતિ ખુશ્બુ પટેલ,શૈક્ષણિક પ્રવાસ સમિતિ કરીના ટંડેલ પ્લાનિંગ ફોરમ સમિતિ વૈશાલી ગાંવિત, સાહિત્યિક, વાદસભા અને વકૃત્વ જેવી બૌધિક સમિતિ અરૂણાબેન રાયચુરા, નાણાં અને વિદ્યાર્થી કલ્યાણ સમિતિ જયદીપ સવાનીયા,સામજિક અને સાંસ્કૃતિક સમિતિમાં સૂરજ વાયડા વિજેતા જાહેર થયા હતા. વિજેતા તાલીમાર્થીઓને કોલેજનાં આચાર્ય ડૉ. રિતેશભાઈ પટેલ તથા ટ્રસ્ટી સંજયભાઈ મહેતા એ અભિનંદન પાઠવ્યા હતા. ચૂંટણી ની પ્રક્રિયા શાંતિપૂર્ણ અને નીતિ નિયમ પ્રમાણે રીતે પૂર્ણ થઈ હતી.