કપરાડા તાલુકામાં મતદાન જાગૃતિ અભિયાન

0
303

વલસાડ જિલ્લામાં સ્‍થાનિક સ્‍વરાજ્‍યની ચૂંટણીઓને ધ્‍યાને લઇ સરકારી તંત્ર દ્વારા વિવિધ પ્રકારના કાર્યક્રમો કરી મતદારોને જાગૃત કરવાના પ્રયત્‍નો કરવામાં આવી રહયા છે. જે પૈકી કપરાડા તાલુકાના આંગણવાડી કાર્યકરો /તેડાગર બહેનો દ્વારા જાહેર સ્‍થળો પર રંગોળી, સાઈકલ રેલી, પોસ્‍ટરો, કિશોરીઓ દ્વારા નિબંધ સ્‍પર્ધા મતદાર જાગૃતિ અંગેના સ્‍લોગનો વગેરે કાર્યક્રમો કરી મતદારોને મતદાન માટે જાગૃત કરવામાં આવી રહયા છે. આ ઉપરાંત ૧૮ વર્ષ પૂર્ણ કર્યા હોય તેવા નાગરિકોને મતદાનનું મહત્ત્વ સમજાવી મતદાન કરવા માટે પ્રેરણા પણ આપવામાં આવી રહી છે. વલસાડ જિલ્લા પુરવઠા અધિકારી અને ચૂંટણી અધિકારી વી.સી. બાગુલના માર્ગદર્શન હેઠળ કપરાડા તાલુકાના આઈ.સી.ડી.એસ. શાખાના બાળ વિકાસ યોજના અધિકારી તથા સુપરવાઈઝરો દ્વારા આંગણવાડી કાર્યકર/ તેડાગર બહેનો મતદાન જાગૃતિ માટે સતત કાર્યરત છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here