ધરમપુર શ્રીમદ્દ રાજચંદ્ર હોસ્પિટલ ખાતે પ્રથમ અંગદાન

On: May 15, 2026 9:04 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

આદિવાસી યુવકના હાર્ટ-કિડનીના દાનથી ત્રણને નવજીવન


માનવસેવા એ જ પ્રભુસેવા’ના મંત્રને સાર્થક કરતા ધરમપુરની શ્રીમદ્દ રાજચંદ્ર હોસ્પિટલ ખાતે પ્રથમવાર અંગદાનની ઐતિહાસિક ઘટના આકાર પામી છે. વાંસદાના એક 40 વર્ષીય આદિવાસી યુવકના પરિવારે બ્રેઈન ડેડ અવસ્થામાં અંગદાનનો ઉમદા નિર્ણય લેતા ગ્રીન કોરિડોર મારફતે હાર્ટ અને કિડનીને અમદાવાદ મોકલવામાં આવ્યા હતા.


વાંસદા તાલુકાના મહુવાસ ગામના 40 વર્ષીય યુવકને ગંભીર હાલતમાં શ્રીમદ્દ રાજચંદ્ર હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો. જ્યાં તબીબોએ તેને ‘બ્રેઈન ડેડ’ જાહેર કર્યો હતો. હોસ્પિટલની કાઉન્સિલિંગ ટીમ દ્વારા સમજાવટ બાદ, શોકમગ્ન પરિવારે હિંમત દાખવી અંગદાન માટે સંમતિ આપી હતી.
અંગદાનની પ્રક્રિયા માટે હોસ્પિટલ તંત્રએ ત્વરિત અમદાવાદની યુ. એન. મહેતા હોસ્પિટલ અને IKDRC (કિડની ઇન્સ્ટિટ્યૂટ)નો સંપર્ક કર્યો હતો.
અમદાવાદથી કાર્ડીયાક સર્જન, એનેસ્ઠેટીક સહિતની ટીમ ધરમપુર આવી હતી. અને બપોરે બે વાગ્યે ધડકતું હાર્ટ
બપોરે 2:00 વાગ્યે ધડકતું હાર્ટ ગ્રીન કોરિડોર મારફતે દમણ એરપોર્ટ અને ત્યાંથી હવાઈ માર્ગે અમદાવાદ પહોંચાડાયું. જયારે કિડની સાંજે 4:00 વાગ્યે એમ્બ્યુલન્સ મારફતે કિડની ઇન્સ્ટિટ્યૂટ, અમદાવાદ ખાતે રવાના કરવામાં આવી હતી. હોસ્પિટલ પ્રશાસન દ્વારા અંગદાન કરનાર દાતા યુવકને સન્માનપૂર્વક ‘ગાર્ડ ઓફ ઓનર’ આપી વિદાય આપવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, અગાઉ આ જ હોસ્પિટલના ટ્રસ્ટી ડૉ. બીજલ મહેતાના પતિના અંગદાન સમયે મુંબઈની રિલાયન્સ હોસ્પિટલમાં પણ ગાર્ડ ઓફ ઓનર અપાયું હતું, જે પરંપરા આજે ધરમપુરમાં જળવાઈ રહી.
બોક્સ : મિશન સ્ટેટમેન્ટ “પોતાનું સત્ય સ્વરૂપ ઓળખો અને અન્યોની નિષ્કામ સેવા કરો”

  • શ્રીમદ્દ રાજચંદ્ર મિશન ધરમપુરના સંસ્થાપક પૂ. ગુરુદેવશ્રી રાકેશજીના માર્ગદર્શન હેઠળ કાર્યરત મિશનનું સ્ટેટમેન્ટ પોતાનું સત્ય સ્વરૂપ ઓળખો અને અન્યોની નિષ્કામ સેવા કરો હોસ્પિટલના પ્રયાસ સાથે ચરિતાર્થ થતું પ્રતિત થઇ રહ્યું છે.

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!