
વટાર ગામ સ્થિત કોટેશ્વર મહાદેવ મંદિરના બટાંગણમાં વાપી મહાનગરપાલિકા વોર્ડ નંબર 1 નો દિવાળી સ્નેહ મિલન કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા
ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી નાણાં , શહેરી વિકાસ, શહેરી ગૃહ નિર્માણ વિભાગ તેમજ પારડી વિધાનસભાના લોકલાડીલા ધારાસભ્ય શ્રી કનુભાઈ દેસાઈ સાહેબ ની અધ્યક્ષતામાં વોર્ડ વિસ્તારના કાર્યકરો સ્થાનિક રહીશો ને નુતન વર્ષના અભિનંદન પાઠવવામાં આવ્યા. સાથે મહાનગર પાલિકા દ્વારા થનાર આગામી વિકાસ કાર્યોની માહિતી તેમજ ભારતીય જનતા પાર્ટીના લોકોની સુખાકારીને ધ્યાનમાં રાખી અમલી ગ્રુપ કરાતા વિકાસ યોની માહિતી સ્થાનિકોને આપવામાં આવી.
આ પ્રસંગે ઉપસ્થિત અગ્રણીઓ. વલસાડ જિલ્લા મહામંત્રી સીલ્પેશભાઈ દેસાઈ ,વાપી VIA પ્રમુખ સતિષભાઈ પટેલ ,વાપી શહેર પ્રમુખ મનીષભાઈ દેસાઈ ,વાપી તાલુકા પ્રમુખ સમયભાઈ પટેલ બંને મંડળના મહામંત્રી શ્રીઓ વિરાજભાઈ, હાર્દિકભાઈ, અલ્પેશભાઈ પૂર્વ પ્રમુખશ્રીઓ, પૂર્વ કોર્પોરેટર શ્રી, સંગઠન ના હોદ્દેદારો, ગામના અગ્રણીઓ , સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા.



