પ્રસૂતાએ રસ્તામાં જ 108 એમ્બ્યુલન્સમાં સફળ પ્રસૂતિ બાદ સ્વસ્થ બાળકને જન્મ આપ્યો

0
92

કપરાડા ખાતે 108 એમ્બ્યુલન્સ ટીમને ઓઝરડા ખોરી ફળિયા ખાતે નો  પ્રસૂતિ માટેનો કેસ મળ્યો હતો. જેને પગલે 108 એમ્બ્યુલન્સ ની ટીમ તાત્કાલિક ધોરણે પ્રસૂતાને લેવા માટે પહોચી હતી અને મહિલા ને લઇ હોસ્પિટલ જવા રવાના થયા હતા આ દરમ્યાન 22 વર્ષીય સગર્ભા રવિનાબેન નીરજભાઈ કાકડ ને ડિલિવરી નો વધારે દુખાવો ઉપડતાં ઈ.એમ.ટી. સુનિતા ચવરિયા અને પાયલોટ કેતન ગાંવિત દ્વારા સમય સુચકતાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન તરત જ એમ્બ્યુલન્સ ને રસ્તાની બાજુ માં ઉભી રાખી ડિલિવરી કરાવી બાળક ને નવજીવન બક્ષ્યું હતું. અને અમદાવાદ હેડ ઓફિસ ના ઈ.આર.સી.પી. dr. રુદ્રેશ સર ના સલાહ પ્રમાણે ઈન્જેકશન અને દવાઓ આપવામાં આવી હતી . અને ત્યાર બાદ વધુ સારવાર અર્થે નજીક ની સી.એચ. સી. નાના પોંધા  ખાતે મહિલાને દાખલ કરવામાં આવી હતી.આમ મહિલાના પરિવાર દ્વારા 108 એમ્બ્યુલન્સ ટીમનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here