ધરમપુરમાં કાજુ બદામ ની ચોરી કરનારો ચોર ઝડપાયો 

0
294

ઢગલા બંધ ચોરીના ગુન્હાઓ માં સંડોવાયેલા જગદીશ ઉર્ફે જીગો ગોરધન રાઠોડ જે બરોડા પોલીસે ચેઇન સ્નેચિંગના ગુન્હા માં ઝડપી લેતા ટ્રાન્સફર વોરંટ થી ધરમપુર લવાયો 

ધરમપુરમાં  જુન માસની તારીખ 7 અને 8 જૂન દરમ્યાન ધરમપુરના દશેરાપાટી આઇ ટી આઇ નજીકમાં આવેલા ભારત પ્રોવિઝન સ્ટોર માં સિગારેટ માં 3 બોક્ષ જેની અંદાજિત કીમત 12000 તેમજ એસ ટી ડેપો સામે આવેલ જય જોગણીયા નામની દુકાન માં રાત્રિ દરમ્યાન તાળું તોડી દુકાનમાં પ્રવેશી ને રૂપિયા 10,000 માં કાજુ બદામ અને દુકાન ના ગલ્લામાં રાખેલા રોકડ ₹2,000 લઈ દુકાનની બાજુમાં આવેલી અન્ય એક દુકાન બહાર પાર્ક કરેલી એક યુનિકોન બાઈક જેની અંદાજિત કિંમત 25 હજાર રૂપિયા લઈ ફરાર થઈ ગયા હતા આ સમગ્ર ઘટનામાં થઈ હતી જે બાદ આ બંને દુકાન માલિકોએ ધરમપુર પોલીસ મથકમાં ચોરી અંગેની ફરિયાદ નોંધાવી હતી જે બાદ પોલીસે સીસીટીવી કેમેરા ના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો અને સમગ્ર કિસ્સામાં ચોરી કરવા આવનાર ચોર નો ચહેરો દેખાય એ રીતના ફોટો વિવિધ પોલીસ મથકોમાં મોકલી આપવામાં આવ્યા હતા જે બાદ થોડા જ સમયમાં એટલે કે તારીખ 10 ની આસપાસ વડોદરામાં ચેન સ્નેચીગ ના ગુના માં પોલીસે જીજ્ઞેશ ઉર્ફે જિગો ઉર્ફે જગદીશ ગોરધન રાઠોડ રહે રોહિતવાસ ની ધરપકડ કરી હતી જે બાદ તપાસમાં પકડાયેલા જીગ્નેશ ઉર્ફે જીગા એ ધરમપુરમાં પણ ચોરી કરી હોવાનું ખુલ્યું હતું જે અંગે ધરમપુર પોલીસને જાણ કરતા ધરમપુર પોલીસે વડોદરા થી ટ્રાન્સફર વોરંટ ના આધારે જીગા નો કબજો લઈ ધરમપુર કોર્ટમાં રજૂ કરતા કોર્ટે સોમવાર સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે નોંધનીય છે કે પકડાયેલો આરોપી ઘર ફોડ ચોરી બાઈક ચોરી અને ચેન સનેચિંગ જેવા ઢગલાબંધ ગુનાઓમાં સંડોવાયેલો છે અત્યાર સુધીમાં તેની સામે 120 થી વધુ ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે એટલે કે પકડાયેલો આરોપી ચોરીનો રીઢ ગુનેગાર છે

 હાલ તો પકડાયેલા આરોપીએ ધરમપુરમાં અન્ય કોઈ જગ્યાએ ચોરી કરી છે કે કેમ અને તેની સાથે આ ચોરીમાં કોઈ સામેલ છે કે કેમ તે અંગે વધુ તપાસ અને પૂછપરછ ધરમપુર પોલીસ કરી રહી છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here