108 એમ્બ્યુલન્સ બની ફરી દેવદૂત 

0
248

દહીંખેડ ની મહિલાને 108 માં થઈ પ્રસુતિ મહીલા અને બાળક તંદુરસ્ત

108 ની ટીમને મળેલા કોલ મુજબ દહિખેડ( વીર પોંધા ફળિયા) ગામના એક મહિલા દર્દી જેને ડિલિવરી નો દુખાવો ઉપડ્યો હતો ત્યારે તેમના સગા એ 108 ને કૉલ કર્યો હતો કૉલ મળતાં ની સાથે જ (મોટા પોંઢા)108 ના EMT હિરેન ધૂમ અને pilot નરેન્દ્ર પટેલ ઘટના સ્થળે પહોંચી મહિલાને એમ્બ્યુલન્સ માં લઈ સરકારી હોસ્પિટલ (નાના પોંડા) CHCજવા રવાના થયા હતા. દર્દીની ઉંમર ૧૬YEARS હોવાથી ત્યાંથી સિવિલ હોસ્પિટલ વલસાડ મોકલ વામાં આવ્યું.ને ત્યાં થી લઇ આગળ જતા અડધે રસ્તે ડિલિવરી નો અસહ્ય દુઃખાવો ઉપડયો હોવાથી  રસ્તા માજ 108 ની ટીમ EMT હિરેન ધૂમ એ એમ્બ્યુલન્સમાં જ ડિલિવરી કરવાની ફરજ પડી હતી. અને માતાની ઉમર ૧૬વર્ષ હોવા છતા. ડિલિવરી એમ્બ્યુલન્સ નોર્મલ ડિલિવરી કરાવી.અને બાળકને મોઢા તથા નાક માં સકશન કરી ઓક્સિજન ચાલુ કર્યું હતું. અને બેબી કેર આપી. પછી  તરત જ Emt હિરેન ધૂમ એ 108 ની હેડ ઓફિસ માં ડોક્ટર રામાની સર સાથે કોન્ફરન્સ કરી તેમના માર્ગદ્શન હેઠળ દર્દી ને જરૂરી ઇન્જેક્શન ઓક્સીટોસિન અને અન્ય સારવાર આપી   દર્દી (માતા અને બાળક) ને સહી સલામત સિવિલ હોસ્પિટલ વલસાડ ખાતે ખસેડવામાં આવ્યા હતા આમ દર્દી ના પરિવારે 108 ના સ્ટાફ નો આભાર વ્યક્ત કર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here