
ગુજરાત ના દરિયે અરબી સમુદ્રમાં સાયક્લોનિક સિસ્ટમ બનવાની શકયતા છે . આ સાયક્લોનિક સિસ્ટમને બિપોરજોય નામ અપાયું છે. ત્યારે ગુજરાતમાં જે વાવાઝોડાનો ખતરો ઉભો થયો છે તે બિપોરજોય વાવાઝોડાને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. બિપોરજોય વાવાઝોડું ગુજરાત પાસે આવી રહ્યું છે. પણ રાહતના સમાચાર એ છે કે, આ વાવાઝોડું ગુજરાતના દરિયા પર નહિ અથડાય પણ. બિપોરજોય વાવાઝોડું પાકિસ્તાન બાજુ ફંટાશે. ચક્રવાત ગુજરાતના દરિયાકાંઠાને બાયપાસ કરીને પાકિસ્તાન તરફ આગળ વધે તેવી શક્યતા છે. 10 જુને આ વાવાઝોડું ગુજરાત પાસેથી પસાર થશે અને 12 જુને તે પાકિસ્તાનમાં ટકરાશે. પરંતુ ચક્રવાતની હાજરીને કારણે તેની ગુજરાત પર મોટી અસર જોવા મળી શકે છે. જેથી માછીમારો ને હાલ દરિયો ન ખેડવા પણ સલાહ આપવામાં આવી છે





