Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

ગ્રીનમેન વિરલ દેસાઈ દ્વારા સરથાણા નેચર પાર્કમાં ‘મિશન લાઈફ’ અંતર્ગત પર્યાવરણ દિવસની ઉજવણી

On: June 6, 2023 11:42 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

ગ્રીનમેન વિરલ દેસાઈ દ્વારા સરથાણા નેચરપાર્કમાં ‘અમૃતવન’ તૈયાર કરાશે

સુરત: ગ્રીનમેન તરીકે જાણીતા પર્યાવરણપ્રેમી વિરલ દેસાઈ તેમજ તેમના હાર્ટ્સ એટ વર્ક ફાઉન્ડેશન દ્વારા સુરતના સરથાણા નેચરપાર્કમાં વૃક્ષારોપણના માધ્યમથી પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જે અંતર્ગત વિરલ દેસાઈ દ્વારા સરથાણા નેચરપાર્કમાં અઢીસો વૃક્ષોનું વાવેતર કરીને મિયાવાકી ટેક્નિક પર આધારિત ‘અમૃતવન’નું નિર્માણ થશે. ઉલ્લેખનીય છે કે વિરલ દેસાઈની ટીમ દ્વારા નેચરપાર્કમાં પાછલા પાંચ વર્ષોથી નિયમિત રીતે પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવે છે, જે અંતર્ગત અત્યાર સુધીમાં હાર્ટ્સ એટ વર્ક ફાઉન્ડેશન દ્વારા નેચરપાર્કમાં પાંચ હજારથી વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. કાર્યક્રમમાં નેચરપાર્કના અધિકારી ડૉ. રાજેશ પટેલ તેમજ હિના પટેલ ઉપસ્થિત રહ્યા હતા. 

વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી પ્રસંગે વૃક્ષારોપણ માટે ઉપસ્થિત રહેલા ગ્રીનમેન વિરલ દેસાઈએ જણાવ્યું હતું કે, ‘સરથાણા નેચર પાર્ક સાથેનો અમારો સંબંધ એક દાયકા જૂનો છે, જ્યાં છેલ્લા પાંચ વર્ષોથી નિયમિત રીતે અમે સાથે મળીને પર્યાવરણ દિવસની ઉજવણી કરીએ છીએ. આ વાર્ષે અમે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના પ્રોજેક્ટ મિશન લાઈફ અંતર્ગત પર્યાવરણ દિવસ ઉજવ્યો છે, જ્યાં અમે એક આખું ‘અમૃતવન’ તૈયાર કરી રહ્યા છીએ.’ 

વધુમાં તેમણે માહિતી આપી હતી કે નેચરપાર્કમાં તૈયાર થઈ રહેલ આ ‘અમૃતવન’ જાપાનીઝ મિયાવાકી પદ્ધતિથી તૈયાર થશે, જ્યાં એક જ પેચમાં બે હજાર જેટલા વૃક્ષોનું વાવેતર કરીને એર ક્વોલિટી અને બાયોડાવર્સિટી પર ફોક્સ કરવામાં આવશે. વિશ્વ પર્યાવરણ દિવસની આ ઉજવણી દરમિયાન પ્લાસ્ટિક સંદર્ભે પણ જાગૃતિ અભિયાન છેડવામાં આવ્યું હતું. તો વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરાયેલા મિશન લાઈફ અંતર્ગત જે મુજબની ઈકોફ્રેન્ડલી જીવનશૈલી જીવવાનું આહ્વાન થયું છે એ મુજબની જીવનશૈલી જીવવા માટે શપથ પણ લેવાડવવામાં આવી હતી.

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો 

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

error: Content is protected !!