
આમ આદમી પાર્ટીના દિલ્હીના ડેપ્યુટી ચીફ મિનિસ્ટર મનીશ સીસોદીયા ની ધરપકડ થતા ગુજરાતના દરેક જિલ્લાના પ્રમુખે જિલ્લા કક્ષાએ આવેદન પત્ર સોંપી વિરોધ નોંધાવ્યો જ્યારે વલસાડ જિલ્લાના નવા પ્રમુખને આવેદન પત્ર આપવાનું ભૂલી ગયા હોય એમ જણાય આવે છે જે આમ આદમી પાર્ટીના કાર્યકરો માં હાલ ચર્ચા નો વિષય બન્યો છે
દિલ્હીમાં આમ આદમી પાર્ટીના મનીષ સીસોદીયા ને ધરપકડ બાદ ગુજરાતના દરેક જિલ્લાના આપ ના પ્રમુખ ની અધ્યક્ષતા માં જિલ્લા કક્ષાએ આવેદન પત્ર આપવાની કામગીરી પક્ષ દ્વારા નક્કી કરવામાં આવી હતી જેમાં વલસાડ જિલ્લામાં હાલ માં જ નવા બનેલા ઉત્સાહી પ્રમુખ શ્રી કાર્યક્રમ જ ભૂલી ગયા હોય એમ જણાયું હતું અન્ય જિલ્લાના પ્રમુખો એ જિલ્લાના અન્ય કાર્યકર્તા ને આવેદન આપવા જેવા કર્યક્રમ અંગે જાણકારી આપતા વલસાડ જિલ્લાના આપના કાર્યકરો પણ મુંઝવણ માં મુકાયા કે નવા જિલ્લા પ્રમુખ એવું તો કયું કારણ છે કે પાર્ટી દ્વારા આપવામાં આવેલ કાર્યક્રમ કરી ન શક્યા કે પછી જિલ્લામાં તેઓ નું સંકલન નથી જળવાઈ રહ્યું જેવા અનેક સવાલો ઉઠી રહ્યા છે ત્યારે હાલ તો વલસાડ જિલ્લામાં ધારાસભ્ય ની ચૂંટણી પૂર્ણ થયા બાદ આમ આદમી પાર્ટીના સંગઠન માં અંદરો અંદર ખેંચતાણ અને સંકલન ન હોવાનું ફલિત થઈ રહ્યા નું જણાય છે ત્યારે નવા પ્રમુખ એક્ટિવ થાય તે જરૂરી બન્યું છે ..





