Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

તીસ્કરી (તલાટ) મુકામે સવા ૩૧ ફુટનાં વિરાટ રુદ્રાક્ષ શિવલિંગ અને શિવકથાનું ભૂમિપૂજન.

On: January 22, 2023 8:24 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

મહાશિવરાત્રી મહોત્સવ પ્રસંગે “સમૂહ લગ્ન” અને “રક્તદાન કેમ્પ” જેવા સામાજીક કાર્યક્રમોનુ પણ ભવ્ય આયોજન.

અખિલ બ્રહ્માંડ નાયક ભગવાન સોમનાથ મહાદેવની અસિમ અનુકંપાથી તીસ્કરી (તલાટ) ગામ સમસ્ત દ્વારા તા. ૧૨ થી ૧૮ ફેબ્રુ.  મહાશિવરાત્રી મહોત્સવ નું દિવ્ય અને ભવ્ય આયોજન ૪ વાર લિમ્કા બુક ઓફ રેકૉર્ડ્સ સન્માનિત રુદ્રાક્ષ શિવલિંગ પરંપરાનાં સર્જક (પેટન્ટ હોલ્ડર) વિશ્વ વિખ્યાત શિવ કથાકાર પૂ. શ્રી બટુકભાઈ વ્યાસની પ્રેરણાથી કરવામાં આવ્યુ છે. 

   આ દિવ્યાતિદિવ્ય ભવ્ય કાર્યક્રમમાં ૩૧ લાખ રુદ્રાક્ષ દ્વારા નિર્મિત સવા ૩૧ ફૂટ ઉંચા વિરાટ રુદ્રાક્ષ શિવલિંગ દર્શન – અભિષેક, જીવને શિવ તરફ ગતિ કરાવતી-મોક્ષદાયી શિવકથા, ૧૧ કુંડી હોમાત્મક મહારુદ્ર યજ્ઞ, ૧૫ ગરીબ દિકરીઓનું કન્યાદાન “સમૂહ લગ્ન”, વિશાળ રક્તદાન કેમ્પ તથા દરરોજ રાત્રે ભોજન -મહાપ્રસાદ – ભંડારાનું ભવ્ય દિવ્ય આયોજન કરવામાં આવ્યુ છે. 

 પ્રત્યેક રુદ્રાક્ષ સ્વયં શિવ છે. ૩૧ લાખ રુદ્રાક્ષ પર એક વાર અભિષેક કરવામાં આવે એટલે ૩૧ લાખ શિવલિંગાર્ચન થાય, આમ લાખો શિવલિંગજીનો અભિષેક મહાશિવરાત્રીનાં પવિત્રકાળમાં કરવાનો પવિત્ર અવસર આપણાં વિસ્તારને પ્રાપ્ત થશે.

       કથા સ્થળ પર યોજાયેલા ભૂમી પૂજન અને ધ્વજારોહણ પ્રસંગે  ધારાસભ્ય શ્રી અરવિંદ ભાઈ પટેલ,મહામંત્રી ભાજપ મહેન્દ્ર ચૌધરી,માજી ધારાસભ્ય હીરાભાઈ ચૌધરી,તાલુકા  પંચાયત પ્રમુખ શ્રીમતિ રમીલાબેન ગાંવીત,માજી જિલ્લા પ્રમુખ શ્રી મીનાબેન ચૌધરી,માજી પાલિકા પ્રમુખ શ્રી જયદીપ ભાઈ સોલંકી,બારોલીયા માજી સરપંચ ગણેશભાઈ બિરારી

તથા સમાજનાં આગેવાનો શ્રેષ્ઠીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. 

     આ ભગિરથ કાર્યમાં સર્વે શ્રદ્ધાળુઓને ભાગ લેવા તથા વિવિધ ધાર્મિક કાર્યક્રમોમાં તન, મન અને ધનથી સંમિલિત થઈ શ્રીપૂણ્યકોષમાં વૃદ્ધી કરવા શ્રી સોમેશ્વર મહાદેવ મહાશિવરાત્રી મહોત્સવ સમિતિ તીસ્કરી (તલાટ) તથા સમસ્ત ગ્રામજનો દ્વારા જાહેર આમંત્રણ પાઠવવામાં આવે છે.

     આ કાર્યક્રમમાં સંતો-મહંતો, સમાજનાં વિવિધ ક્ષેત્રનાં અગ્રણીઓ, શ્રેઠીઓ, મહાનુભાવો તથા દેશ દેશાંતરનાં શ્રદ્ધાળુઓ શિવલિંગજીનો અભિષેક કરી કૃતાર્થ થશે. ભાગવતાચાર્ય પૂજ્ય શ્રી પંકજભાઈ વ્યાસની પાવન ઉપસ્થિતીમાં કાર્યક્રમ સંપન્ન થશે.

     ( મહોત્સવનાં કાર્યક્રમો )

 •વિશાળ પોથી યાત્રાઃ ૧૨ ફેબ્રુ. રવિવાર 

        બપોરે ૧૨ઃ૩૦  —— જગ્યાએથી નિકળી   

    નગર ફેરી કરી “કૈલાસ માનસરોવર ધામ” 

    તળાવની પાસે, તીસ્કરી (તલાટ) કથા સ્થળે   

    પહોચશે.

 • રુદ્રાક્ષ શિવલિંગ અનાવરણઃ ૧૨ ફેબ્રુ. બપોરે 

    ૩ઃ૦૦ કલાકે પૂજ્ય સંતો અને અગ્રણી 

    મહાનુભાવોનાં શ્રી વરદ્હસ્તે બપોરે ૨ઃ૪૫ 

    કલાકે

 • શિવકથા દિપ પ્રાગટ્યઃ ૧૨/૨/૨૦૨૩ રવિવાર 

    બપોરે ૩ઃ૦૦ કલાકે

 • ૧૧ કુંડી હોમાત્મક મહારુદ્ર યજ્ઞઃ રોજ સવારે 

     ૮ઃ૩૦ થી ૧૨ઃ૦૦ કલાકે

 • શિવકથાઃ રોજ બપોરે ૨ઃ૩૦ થી ૫ઃ૩૦ કલાક 

    પૂજ્ય શ્રી બટુકભાઈ વ્યાસનાં સાનિધ્યમાં.

 • વિરાટ રુદ્રાક્ષ શિવલિંગ મહાઆરતીઃ 

    રોજ સાંજે ૬ઃ૦૦ કલાકે

 • મહાપ્રસાદ / ભોજન / ભંડારોઃ રોજ રાત્રે  ૬ઃ૩૦ 

    કલાકે

 • સમુહ લગ્નઃ તા. ૧૬ ફેબ્રુ. ગુરુવાર શિવ 

    વિવાહનાં દિને સાંજે ૫ઃ૩૦ કલાકે

 • મહાશિવરાત્રી રાત્રિ પૂજાઃ તા ૧૮ ફેબ્રુ. રાત્રે 

    ૯ઃ૦૦ કલાકથી

 • વિરાટ રુદ્રાક્ષ શિવલિંગ દર્શન-અભિષેક 

     સમયઃ સવારે ૮ઃ૦૦ થી રાત્રે ૮ઃ૦૦ કલાક 

                 શિવકથા નાં ઉત્સવો

 • શિવ પ્રાગટ્યઃ તા.૧૩ ફેબ્રુ. સોમવાર 

                    સાંજે ૫ઃ૧૫ કલાકે

 • ભગવતી સતિ પ્રાગટ્યઃ તા.૧૪ ફેબ્રુ. 

                    મંગળવાર સાંજે ૫ઃ૧૫ કલાકે

 • ભગવતી પાર્વતી પ્રાગટ્યઃ તા.૧૫ ફેબ્રુ. 

                       બુધવાર સાંજે ૫ઃ૧૫ કલાકે

 • શિવ વિવાહઃ તા.૧૬ ફેબ્રુ. ગુરુવાર 

                        સાંજે ૫ઃ૩૦ કલાકે

 • શ્રી ગણેશ પ્રાગટ્યઃ તા.૧૭ ફેબ્રુ. શુક્રવાર 

                        સાંજે ૫ઃ૧૫ કલાકે

 • કથા વિરામઃ તા. ૧૮ ફેબ્રુ. શનિવાર

                        સાંજે ૫ઃ૩૦ કલાકે

      આ કાર્યક્રમમાં સહભાગી થવા તથા વિશેષ માહિતી માટે શ્રી શ્વેતલભાઈ સી પટેલ 94274 83523, શ્રી અશ્વિનભાઈ જી. ચૌધરી 91066 58422, શ્રી દિપકભાઈ બી. રાજાણી 98253 95102, શ્રી રમેશભાઈ બી. ચૌધરી 94285 40511, શ્રી મોહનભાઈ એસ. ચૌધરી 93134 28334, તથા શ્રી દિનેશભાઈ બી. ભોયા 99989 25922 નો સંપર્ક કરવા જણાવવામાં આવે છે.

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો 

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

error: Content is protected !!