Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

ઉતરાયણ પર્વ નિમિત્તે વલસાડ ડી.એસ.પી.એ રાતા ગૌશાળા ખાતે ગૌપૂજન કર્યું

On: January 14, 2023 2:00 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now
ઉત્તરાયણ પ્રસંગે ગૌસેવા અને કરી અક્ષય પુણ્ય ની પ્રાપ્તિ થતી હોવાને લઈ તેમજ દાન પુણ્ય નો અનેક ઘણો મહિમા છે ત્યારે આજે વહેલી સવાર થી વલસાડ જિલ્લાની અનેક ગૌશાળામાં મોટી સંખ્યામાં લોકો સવાર થી જ ધસારો જોવા મળ્યો હતો. હિન્દુ માન્યતા મુજબ ગાય માતામાં 33 કરોડ દેવી દેવતાનો વાત છે જેને લઇ લે આજે ઉતરાયણ પર્વને લઈ તલ ગોળ ઘઉ ગૌશાળામાં ગૌમાતાને ખવડાવવા માટે મોટી સંખ્યામાં લોકો જોવા મળ્યા હતા રાતા ખાતે આવેલ અજીત સેવા ટ્રસ્ટ સંચાલિત ગૌશાળા ની મુલાકાત વલસાડ ડીએસપી એ કરી અને ગૌ પૂજન કર્યું હતું તેમની સાથે વાપીના ડીવાયએસપી પણ હાજર રહ્યા હતા.

વાપી નજીક આવેલા રાતા ગામમાં અજીત સેવા ટ્રસ્ટ સંચાલિત ગૌશાળામાં અને ગૌવંશને રાખવામાં આવ્યા છે અનેક જગ્યા ઉપર થી કતલખાને લઈ જવાતા મૂંગા પશુઓને બચાવી લઈ તેમને રાખવા માટે રાતા ખાતે આવેલી અજીત સેવા ટ્રસ્ટ સંચાલિત રાતા પાંજરાપોળમાં રાખવામાં આવે છે. વલસાડ જિલ્લામાં ક્યાંય પણ કતલખાને લઈ જવામાં આવતા પશુઓની ગાડીઓ પકડાઈ અને તેમાંથી બચાવી લેવામાં આવેલા મોટાભાગના ગૌવંશને રાતા ખાતે આવેલી ગૌશાળામાં જ રાખવામાં આવી રહ્યા છે એ તમામનું જતન અજીત સેવા ટ્રસ્ટ દ્વારા કરાઇ રહ્યું છે ત્યારે આજે ઉત્તરાયણ પર્વને લઈને દર વર્ષની જેમ આજે પણ વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગૌ પૂજન સહિતના કાર્યક્રમો યોજાયા હતા. આ કાર્યક્રમ દરમિયાન જૈન સમાજના શ્રેષ્ઠિઓ તેમજ જૈન સમાજના મહારાજ સાહેબ અનેક અગ્રણીઓ હાજરી આપી હતી. તો વલસાડ જિલ્લાના જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર રાજદીપસિંહ ઝાલા તેમજ વાપીના ડીવાયએસપી અને એલસીબી પીઆઇ સહિત પોલીસનો કાફલો પણ આજે આ સેવાકીય અને ધાર્મિક કાર્યક્રમમાં ભાગ લેવા પહોંચ્યો હતો વલસાડ જિલ્લાના પોલીસ અધિક્ષક ડોક્ટર રાજદીપસિંહ ઝાલાએ જૈન સમાજના પૂજ્ય ગુરુવર શ્રી રત્નભૂષણ સૂરીશ્વરજી મહારાજ સાહેબ ના આશીર્વાદ વચન મેળવ્યા હતા અને ગૌવંશની રક્ષા કાજે સદા તેવો તત્પર હોવાનું જણાવ્યું હતું આ પ્રસંગે અજીત સેવા ટ્રસ્ટના સંચાલક રાજેશભાઈ હસ્તીમલ શાહ સહિત અનેક અગ્રણીઓ જોડાયા હતા ડોક્ટર રાજદીપસિંહ ઝાલાએ ગૌશાળામાં શાસ્ત્રોત વિધિ મુજબ ગૌ પૂજન કર્યું હતું તેમજ તલ ગોળ અને મમરાના લાડુ પણ ગૌમાતા માતાને ધર્યા હતા. જિલ્લા પોલીસ અધિક્ષક નું ધાર્મિક અને પ્રેમાળ સ્વરૂપ જોઈ ત્યાં ઉભેલા અન્ય લોકો પણ પોલીસની આ કામગીરી બિરદાવી હતી

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો 

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

error: Content is protected !!