પંડોર અનાવિલ સમાજ દ્વારા ત્રણ દિવસિય દિવાળી સ્નેહ મિલન કાર્યક્રમ નું થયું ભવ્ય આયોજન

On: October 26, 2022 3:33 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now
સંગીત ખુરશીની મોજ લેતા યુવા વર્ગ અને બાળકો

અનાવિલ સમાજની યુવા પેઢી એક બીજા વડીલોને ઓળખે પરિચયમાં આવે ગામ છોડીને વર્ષો થી મુંબઈ ખાતે કે અન્ય શહેરોમાં સ્થાયી થયેલા અનવિલો પોતાના વતન આવી શકે અને પોતાના પરિજનો સાથે ગામના લોકો સાથે રહી શકે તેમના બાળકો ગામના વડીલોને ઓળખે એવા ઉમદા હેતુ થી છેલ્લા 2 વર્ષ ઉપરાંત થી પંડોર ખાતે સ્નેહ મિલન કાર્યક્રમ નું આયોજન કરવામાં આવે છે જેને અનુલક્ષી આ વર્ષે પણ ત્રણ દિવસીય સ્નેહ મિલન કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સવાર બપોર સાંજ પ્રીતિ ભોજન સહિત બાળકો યુવા ઓ માટે વિશેષ રમતો નું આયોજન કરવામાં આવ્યું હતું 

પ્રીતિ ભોજનનો આનંદ

પંડોર દેસાઈ વાડ ખાતે ત્રણ દિવસીય સ્નેહ મિલન કાર્યક્રમ નું ભવ્ય આયોજન પંડોર યુવા ટિમ દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં વડીલોના દિશા નિર્દેશ અનુસાર  પ્રીતિ ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વર્ષો થી મુંબઈ અમદાવાદ સુરત કે વડોદરા જેવા શહેરોને પંડોર છોડી પોતાની કર્મભૂમિ બનાવનાર અનાવિલ પરિવારો દિવાળી પર્વે સ્નેહ મિલન કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચ્યા હતા વર્ષો બાદ અનેક પરિવારો મળતા જૂની યાદો તાજી કરી હતી  સાથે જ યુવાનો મહિલાઓ અને બાળકો માટે સંગીત ખુરશી સહિતની રમતો નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિજેતા ઓ માટે પ્રોત્સાન ઇનામો પણ આપવામાં આવ્યા હતા 

પાણી પુરીનો અઢળક આનંદ લેતા લોકો


ગ્રામ્ય કક્ષાના મુળ રહીશ અને શહેરોને કર્મ ભૂમિ બનાવનાર પરિવારોને પોતાના વતન આવવા અને સ્થાનિક પરિવારોને મળવા માટે એક ઉત્તમ તક મળી રહી છે જેને પગલે અનેક પરિવારો એ આયોજન કર્તા ઓનો આભાર વ્યક્ત કર્યો હતો અને આવા આયોજનો દર વર્ષે કરવામાં આવે એવી પણ આશા વ્યક્ત કરી હતી છેલ્લે ત્રણ દિવસમાં 250 થી વધુ પરિવારના સભ્યો સ્નેહ મિલન કાર્યક્રમમાં જોડાયા હતા 

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!