
વાપી તારીખ : ૧૫-૪-૨૦૨૨ અખિલ ભારતીય સંત સમિતિ પ્રેરિત હિન્દુ ધર્મ સેના ગુજરાત દ્વારા આગામી તારીખ ૧૭ – ૦૪ ૨૦૨૨ ને રવિવારના રોજ વાપી ખાતે વિરાટ હિન્દુ ધર્મ સંમેલન તથા દિક્ષાંત સમારંભનું આયોજન થયું છે . આ સંમેલનમાં અખિલ ભારતીય સંત સમિતિ અધ્યક્ષ પૂ . નૌતમસ્વામીજી મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહેશે ઉપરાંત ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ શ્રી સી.આર. પાટીલ સહિત રાજ્યભરના સંતો , મહંતો અને આગેવાનો સહિત હજારોની સંખ્યામાં હિન્દુ ભાઈ – બહેનો ઉપસ્થિત રહેશે .
વાપીના ચલા અજીત નગર ખાતે રવિવારે સાંજે ૫ કલાકે આયોજીત આ સંમેલનનું અધ્યક્ષ સ્થાન અખિલ ભારતીય સંત સમિતિ કાર્યકારણી સદસ્ય અને સલવાવના સંત પૂ . કપિલ સ્વામીજી શોભાવશે . રૂડા આશીર્વાદ પૂ . મહંત અમરગીરી બાપુ તથા પૂ . મહંત સેક્રેટરી અખંડાનંદ સરસ્વતી મહારાજ આપશે .આ વિરાટ હિન્દુ સંમેલન પૂર્વે શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સલવાવ ખાતે આયોજીત પત્રકાર પરીષદમાં માહિતી આપતા હિન્દુ ધર્મસેનાના વલસાડ જીલ્લા પ્રમુખ શ્રી વશરામભાઈ કાતરિયએ જણાવ્યું હતું કે તારીખ ૧૭ -૪-૨૦૨૨ ને રવિવારના રોજ સાંજે ૪ કલાકે શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સલવાવ ખાતેથી એક વિરાટ રેલી નીકળી સંમેલન સ્થળે પહોચશે . ત્યાં સાંજે ૫ કલાકે હનુમાન ચાલીસા સમૂહ પાઠ , દિક્ષાંત સમારોહ અને ધર્મ સભા જેવા અનેકવિધ કાર્યક્રમો થશે . સંમેલન બાદ મહાપ્રસાદનું પણ આયોજન થયું છે . આ વિરાટ હિન્દુ ધર્મ સંમેલનમાં રાજ્ય ભરમાંથી ૧૦૦ થી વધુ સંતો મહંતો હાજરી આપશે જેમના પુણ્ય વચનોનો પણ લહાવો મળશે આ સંમેલનના ઉદેશે અંગે જણાવ્યું કે હિન્દુ સનાતન ધર્મ છે . હિન્દુ ધર્મને સંગઠિત કરવા , ધર્મની રક્ષા કાજે , ગૌ રક્ષા અને સનાતન ધર્મની સંસ્કૃતિ અને પરંપરા જળવાય રહે અને તેનું સવર્ધન તથા જતન થાય તે હેતુ મુખ્ય રહેલો છે . આ સંમેલનમાં ૧૫ હજારથી વધુ હિન્દુ માઈ – બહેનો ઉપસ્થિત રહેશે . સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થાય તે ટેની સઘળી વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે





