[ad_1]

સુરત,તા.22 માર્ચ 2022,મંગળવાર
કેન્દ્ર સરકારની મજૂર વિરોધી તથા જનસામાન્ય વિરોધી નીતિના વિરોધમાં 10 કેન્દ્રીય મજૂર સંગઠનો અને સ્વાયત્ત મજૂર સંગઠનો-મંડળોએ આગામી તા.28 અને 29મીના રોજ દેશ વ્યાપી હડતાલનું એલાન કર્યું છે. આ હડતાલમાં બેંક કર્મચારીઓ પણ સામેલ થઈ રહ્યાં છે.
નિઃશુલ્ક રેશન આપવાની માગણી સરકારે ઠુકરાવી દીધી છે, તેનો અમલ કરવા તથા યુવા વર્ગને નોકરી આપવા, બેરોજગારી ઉપર અંકુશ લાવવાની માંગ મજૂર સંગઠનોએ કરી છે.
જ્યારે બેંકોના ખાનગીકરણની નીતિને રોકવા, નવી પેન્શન યોજના નાબૂદ કરી જુની પેન્શન યોજના ચાલુ કરવા, બેંક ઉદ્યોગમાં બાકી દેવાદારોની બિન-ઉત્પાદક અકસ્યામતોની પુરેપુરી વસુલાત કરવા, બાકી દેવાની માંડવાળ નહી કરવા, મજુર કાયદામાં સુધારો કરવા સરકાર વિચારે છે તે સુધારાઓ નાબૂદ કરવા તથા ભાવ વધારા પર અંકુશ લાવવાની માગણી મૂકવામાં આવી છે.
[ad_2]
Source link






