[ad_1]

– છેતરપિંડી અંગે નવ વર્ષ બાદ વરાછા પોલીસ મથકમાં ગુનો નોંધાયો : દલાલે ઓળખાણ કરાવતા વેપારીએ 15 દિવસમાં પેમેન્ટનો વાયદો કર્યો હતો
સુરત, તા.22 માર્ચ 2021,મંગળવાર
સુરતના વરાછા વિસ્તારની દિવાળીબાગ ઇન્ડસ્ટ્રીયલ સોસાયટીમાં કારખાનું ધરાવતા વિવર પાસેથી દલાલ મારફતે ગ્રે કાપડની ખરીદી બાકી પેમેન્ટ રૂ.2.60 લાખ ચૂકવ્યા વિના દુકાન બંધ કરી ફરાર થયેલા રીંગરોડ મિલેનિયમ માર્કેટના વેપારી વિરુદ્ધ નવ વર્ષ બાદ વરાછા પોલીસ મથકમાં છેતરપિંડીનો ગુનો નોંધાયો છે.
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ ભાવનગરના પાલીતાણાના ઘેટી ગામના વતની અને સુરતમાં વરાછા મેઈન રોડ હંસ સોસાયટી ઘર નં.72 માં રહેતા 54 વર્ષીય ભદ્રેશભાઈ વલ્લભભાઈ પટેલ વરાછા અંકુર સોસાયટીની સામે રંગીલદાસની વાડી દિવાળીબાગ ઇન્ડસ્ટ્રીયલ સોસાયટી પ્લોટ નં.117 માં લુમ્સનું કારખાનું ધરાવે છે. જાન્યુઆરી 2013 માં તેમના કારખાના ઉપર દલાલ રજનીકાંત મિસ્ત્રી વેપારી રાજેશભાઈ રતીલાલ શાહ ( રહે.ડી-302, ગાર્ડન વેલી એપાર્ટમેન્ટ, સ્ટાર બજારની પાછળ, અડાજણ, સુરત ) ને લઈને આવ્યા હતા. રીંગરોડની મિલેનિયમ માર્કેટમાં પદમાવતી કોર્પોરેશનના નામે કાપડનો વેપાર કરતા રાજેશભાઈએ 15 દિવસમાં પેમેન્ટના વાયદા ઉપર ભદ્રેશભાઈ પાસેથી ગ્રે કાપડની ખરીદી કરી તે પૈકીનું રૂ.2,60,107 નું પેમેન્ટ બાકી રાખ્યું હતું.
બાકી પેમેન્ટ માટે અવારનવાર ઉઘરાણી કરવા છતાં રાજેશભાઈ પેમેન્ટ કરતા ન હોય ગત એપ્રિલ 2013 માં ભદ્રેશભાઈ તેમની દુકાને ઉઘરાણી કરવા ગયા તો તે દુકાન બંધ કરી ઉઠમણું કરી ફરાર થઈ ગયા હોવાનું જાણવા મળ્યું હતું. છેતરપિંડીની આ ઘટનામાં રાજેશભાઈએ નવ વર્ષ બાદ ગતરોજ વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.
[ad_2]
Source link






