Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

ગ્રીનમેન વિરલ દેસાઈ દ્વારા પાલની શાળાને મોડેલ ગ્રીન સ્કૂલ તરીકે વિકસાવાશે

On: March 21, 2022 3:18 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

સુરત: જાણીતા પર્યાવરણવાદી અને ઉદ્યોગપતિ વિરલ દેસાઈ દ્વારા પાલની ખુશાલદાસ વનમાળીભાઈ પાલવાળા શાળાના વિદ્યાર્થીઓને બેન્ચ વિતરણ કરાયું હતું. આ પ્રસંગે ડિસ્ટ્રિક્ટ ફોરેસ્ટ ઑફિસર પુનીત નૈયર તેમજ સુરતના કોર્પોરેટર નિલેશભાઈ પટેલ હાજર રહ્યા હતા. જે કાર્યક્રમમાં ગ્રીનમેન દ્વારા ખુશાલદાસ વનમાળીભાઈ પાલવાળા શાળાને દત્તક લઈ તેને પર્યાવરણીય મુલ્યો સાથે ગ્રીન સ્કૂલ બનાવવાની જાહેરાત થઈ હતી.પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને યોગ્ય સુવિધાની સાથે પર્યાવરણની જાગૃતિ મળે એ માટે વિરલ દેસાઈ દ્વારા આ બેન્ચીઝ વિશેષરૂપે બેન્ચ તૈયાર કરવામાં આવી હતી, જ્યાં બાળકો પર્યાવરણ માટે નિસ્બત કેળવે એ માટે તમામ બેન્ચ પર પ્રકૃતિ સંરક્ષણ અને પ્રર્યાવરણ પ્રેમ સંદર્ભના યુનિક ચિત્રો તૈયાર કરવામાં આવ્યા હતા.આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું, ‘બાળકોને સુવિધા મળે અને સુવિધાની સાથે તેમની પર્યાવરણની સમજણ કેળવાય એ મારું મુખ્ય ધ્યેય છે. આખરે આજના સમયમાં આપણને પર્યાવરણ પ્રત્યે સાચી નિસ્બત ધરાવતા નાગરિકોની સૌથી વધુ જરૂર છે. એટલા માટે જ મેં આ શાળાને પ્રથમ એવી શાળા બનાવવાનો નિર્ણય કર્યો છે, ઈકોસિસ્ટમ રિસ્ટોરેશન અને ક્લાયમેટ એક્શનની થીમ પર આધારીત હશે.’ બેન્ચ વિતરણના આ કાર્યક્રમ દરમિયાન વિરલ દેસાઈ તેમજ ડીએફઓ પુનિત નૈયરે વિદ્યાર્થીઓ સાથે ક્લાયમેટ એક્શન તેમજ ઈકો સિસ્ટમ રિસ્ટોરેશન સંદર્ભે સંવાદ પણ કર્યો હતો, જેમાં વિદ્યાર્થીઓએ હોંશભેર ભાગ લીધો હતો. શાળાના આચાર્ય પ્રકાશભાઈ પરમારે આ પ્રસંગે પણ રાજીપો વ્યક્ત કરતા કહ્યું હતું કે, ‘શાળાના વિદ્યાર્થીઓને બેન્ચના લાભની સાથે પર્યાવરણની શીખ મળે એનો શિક્ષક તરીકે અમને સ્વાભાવિક આનંદ હોય.’તો પુનિત નૈયરે કહ્યું હતું કે,  ‘વિદ્યાર્થીઓ વનીકરણ કે પર્યાવરણ સંરક્ષણ બાબતે જાગૃત થાય એ રીતે તૈયાર થયેલી આ બેન્ચીઝનો વિચાર વધાવી લેવા જેવો છે. વિરલ દેસાઈએ દિશામાં કામ કર્યું એ અભિનંદનને પાત્ર છે.’ઉલ્લેખનીય છે કે ગ્રીનમેન વિરલ દેસાઈ દ્વારા આ અગાઉ ઉધના રેલવે સ્ટેશનને મોડેલ સ્ટેશન તરીકે વીકસાવાયું હતું. જે સ્ટેશન આજે દેશ, એશિયા અને દુનિયાનું પ્રથમ એવું સ્ટેશન છે, જે ક્લાયમેટ એક્શન અને ઈકો સિસ્ટમ રિસ્ટોરેશનની થીમ પર તૈયાર થયું હોય.

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

વાપીમાં પાણીની પાઈપલાઈન તૂટતાં રસ્તા પર પાણી ભરાયું, વાહનચાલકો પરેશાન

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો 

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

error: Content is protected !!