નારોલની સોસાયટીના લોકોને ઢોર માર મારી પર પ્રાંતિયોએ આતંક મચાવ્યો

On: March 21, 2022 5:12 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

અમદાવાદ,રવિવાર 

નારોલમાં ધૂળેટીના દિવસે ભજન કિર્તન રાખવામાં આવ્યા હતા, જેમાં માત્ર હરિયાણાના લોકોને સોસાયટીમાં પ્રવેશ આપવામાં આવતો હતો. જેની અદાવત રાખીને ગઇકાલે રાતે સોસાયટીમાં ભાડે રહેતા પર પ્રાંતિય લોકોએ સોસાયટીના નાગરિકોને ઢોર માર મારીને વાહનો તથા ઇલેક્ટ્રીક મીટરોની તોડફોડ કરીને આતંક મચાવ્યો હતો.

ધૂળેટીના દિવસે ભજનમાં સોસાયટીના લોકોને આવતા-જવા દેતા ન હતા ઃ પતિ  બે પુત્રો સહિત છ લોકો ઘાયલ

આ કેસની વિગત એવી છે કે નારોલ-અસલાલી હાઇવે ઉપર આવેલી સનરાઇઝ હોટલ પાસે આકૃતિ આંગન સોસાયટીમાં રહેતા શનિભાઇ મનોજભાઇ પાંડે (ઉ.વ.૨૨)એ નિકોલ પોલીસ સ્ટેશનમાં સોસાયટીમાં ભાડાના મકાનોમાં રહેતા અનિલ વર્મા તથા સંપત ચૌધરી અને વીરુ બુડાનીયા તેમજ સુનીલ પટોલીયા તથા વિજય ચૌધરી અને સોનું ચૌધરી સામે ફરિયાદ  નોંધાવી છે આરોપીઓ તમામ લોકો હરિયાણાના વતની છે તેઓએ સોસાયટીમાં ધૂળેટીના દિવસે ભજન કિર્તન રાખ્યા હતા આ સમયે તેમના વતના લોકોને આવતા જવા દેતા હતા, જ્યારે સોેસાયટીના રહિશોને સોસાયટીમાં પ્રવેશ આપતા ન હતા, જેથી જે તે સમયે તકરાર થઇ હતી અને સમાધાન પણ થઇ ગયું હતું.

ગઇકાલે સાંજે ફરિયાદી સોસાયટીમાં બેઠા હતા ત્યારે તેમના મિત્રએ આવીને કહ્યું કે આરોપીએ તેને તથા ફરિયાદીને ભાઇને માર માર્યો છે અને તને પણ મારવા આવી રહ્યા છે જેથી યુવક તેના ભાઇને બચાવવા દોડી ગયા હતા આ સમયે આરોપીઓએ યુવકને લાકડીના ફટકા મારતા ંચકકર આવવાથી તે નીચે પડી ગયો હતો તેમ છતાં તેને ઢોર માર માર્યો હતો. એટલું જ નહી ફરિયાદીને પતિા સહિત સોસાયટીના છ લોકોને ઢોર માર માર્યો હતો અને સોસાયટીમાં પાર્ક કરેલા વાહનો તથા ઇલેક્ટ્રીક મીટરોની તોડફોડ કરીને આતંક મચાવીને સોસાયટીના નાગરિકોને જાનથી મારી નાંખવાની ધમકીઓ આપી હતી. આ બનાવ અંગે નારોલ પોલીસે રાયોટિંગ સહિતની કલમ હેઠળ ગુનો નાંેધી વધુ તપાસ હાથ  ધરી છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!